“ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.’ હું બંને દેશોને એક સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.”
“પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે કહ્યું, ‘પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.’ પાકિસ્તાન હંમેશાં તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે”
જો કે, “ANIના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી.” “આજે બપોરે, પાકિસ્તાનના DGMOએ વાટાઘાટો શરૂ કરી, જેના પગલે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાટાઘાટો કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.”