Weather Update: ગુજરાતમાં સતત ચોથા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાજ પડ્યો હતો. ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કરી ખેડૂતોને તેમનો પાક ખુલ્લામાં નહીં રાખવા અપીલ કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ વરસાદની આગાહી સામે આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની અનુસાર રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે. આવતી કાલે 9 મે અને 10મી મેના રોજ હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે.
અત્યારે જે સાયકલોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.
આ પહેલા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. રાજ્યમાં પવનની ગઈ 60-70 કિમી પ્રતિ કલાકની રહેશે.
ઓરેન્જ એલર્ટ: આજે મહીસાગર, આણંદ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.