Amit Khunt Case: રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મ કેસની તપાસમાં કેસમાં હનીટ્રેપનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ ગોંડલ તાલુકા પોલીસે રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિત, ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતર, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલી યુવતી પૂજા રાજગોરને 7 દિવસની રિમાન્ડની માંગ સાથે ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ગોંડલ કોર્ટ દ્વારા પૂજા રાજગોરના 2 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુરૂવારે બપોરે બાર વાગ્યે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ઝાલા (SP Himkar Singh)એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ઘણા મોટા ખુલાસા કર્યા હતા તેમજ યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનું જણાવ્યું હતું. એસપીએ જણાવ્યું કે આ દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી સાથે રહેતી ત્રીજી મહિલાને પહેલા જવાબદારી સોંપવામાં આવી હતી.
ગોંડલના રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ઝાલા (SP Himkar Singh)એ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા કરતાં જણાવ્યું કે, અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો, આ કેસમાં અમે બે વકીલ, દુષ્કર્મની ફરિયાદ કરનારી તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં બે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરે ફસાવવા કાવતરૂ રચ્યુ હતુ. આ કેસમાં એક્સ નામના વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી સાથે રહેતી ત્રીજી મહિલાને પહેલા જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, પોલીસે તથાકથિત પત્રકારની પણ ભૂમિકા હોવાની આશંકાને લઇ જણાવ્યું હતું કે હાલ કોઇ પત્રરકારની ભૂમિકા સામે આવી નથી.
શું કહ્યું પોલીસ વડાએ
2-5-2025 રાજકોટ સિટીની હદામાં પોક્સો વિથ રેપથની ફરિયાદ દાખલ કરી. 2 તારીખ પહેલા એક્સ નામનો વ્યક્તિ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા અને તેની બહેનપણી પૂજા રાજગોરને મળ્યો હતો. તેણે બંને કહ્યું કે અમિત સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂધ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેને મોટી રકમ મળશે.
અમિત ખુંટ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતી વખતે બે વકલી સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે. પોલીસ કોઇ આનાકાની કરશે તો મીડિયાને બોલાવવામાં આવશે.
શરૂઆતમાં સગીરા અને તેની સાથે રહેતી ત્રીજી મહિલા આ કામને આંજામ આપશે પરંતુ તે પુખ્તવયની મહિલા હતી. તેથી પછી સગીરવયની કિશોરીને સિલેક્ટ કરવામાં આવી. જેથી આ ગુનામાં પોક્સોની કલમ ઉમેરાયા તો પોક્સો વીથ રેપનો ગુનો નોંધાય તો સરળતાથી જામીન મળશે નહીં. આ વાતને ધ્યાને રાખીને સગીરવયની કિશોરીને આ કામ માટે પસંદ કરવામાં આવી હતી.
આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
પોલીસે સગીરા અને પૂજાગોરની બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી. ગઇ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તેમાં સગીરાને રિમાન્ડ હોમ વડોદરા મોકલી દેવામાં આવી છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે. એના સિવાય બંને વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતની ધરપકડ છે. આ બંને વકીલની પુછપરછ ચાલું છે. આજે સાંજે બંને વકીલને કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.
બંને વકીલોના ઇતિહાસ ગુનાહિત
સંજય પંડિત રાજકોટના રહેવાસી છે, તેમના વિરૂદ્ધમાં એ ડિવીઝન રાજકોટ સિટીમાં 2023માં રેપની ફરિયાદ દાખલ થઇ છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2019માં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ 2022માં એક કેસ દાખલ થયો હતો. એ ડિવીઝન રાજકોટ સિટીમાં એક્સ્ટ્રોશનનો કેસ દાખલ થયો છે.
દિનેશ પાતર ગોંડલના રહેવાસી છે. તેમની સામે ગોંડલ પોલીસ સ્ટેશનમાં 2021માં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 498(એ) હેઠળ ગુનો દાખલ છે. ગોંડલ સિટી પોલીસમાં 2021માં એક મારામારીની ફરિયાદ દાખલ થઇ છે.
સમગ્ર કાવતરામાં એક્સ નમામના વ્યક્તિની ભૂમિકા મહત્વની
આ ષડયંત્રમાં એક્સનું મહત્વનો રોલ છે. તે વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે. તેની ધરપકડ બાકી છે તેના લીધે તેના નામ જાહેર કર્યા નથી. રાજદીપસિંહ અને અનિરૂદ્ધ વિરૂધ તપાસ ચાલું છે. એક્સ નામના વ્યક્તિની પુછપરછમાં જ સામે આવશે કે આ કાવતરામાં કોણ વ્યક્તિ સામેલ હતા.
સ્યૂસાઈડ નોટમાં છેડછાડનો આરોપ
અમિત ખૂંટની આત્મહત્યા બાદ ઝાડપ પરથી લટકતી થેલી મળી તેમાંથી સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા રાજગોરના નામ લખ્યા હતા. જેઇને લઇને વિવાદ થયો હતો કે સ્યૂસાઈડ નોટમાં છેડછાડ થઇ છે.
અમિત ખૂંટને કેવી રીતે ફસાવ્યો
સગીરાએ પોક્સો વીથ રેપની ફરિયાદ નોંધાવી તેનાથી દસ દિવસ પહેલા સગીરાએ અમિત ખૂંટની એક પોસ્ટ ઉપર લાઇક કરી હતી. ત્યાર બાદ બંને એક બીજાના સંપર્કમાં આવ્યા અને વાતચીત શરૂ થઇ હતી. એટલું જ નહીં સગીરાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના ક્રેડેન્શિયલ એક્સના નામના વ્યક્તિએ લઇ લીધા હતા. એક્સ પોતે જ સગીરવયની છોકરી બની ને ચેટ પણ કરતો હતો. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરવાની હોય ત્યારે એક્સ ચેટ કરે જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય ત્યારે સગીરવયની છોકરી વાત કરી હતી. ત્યારે અમિત ખૂંટને લાગ્યું કે આ જેન્યુયન કેસ છે. પછી આગળ વધ્યો.
આ કેસમાં હજુ સુધી કોઇ પત્રકારની ભૂમિકા હોય એવું અમારા ધ્યાને આવ્યું નથી. તપાસ દરમિયાન જે કોઇની ભૂમિકા બહાર આવશે અમે તેની સામે કાર્યવાહી કરીશું.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલા (Savarkundala) ની મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખુંટ સામે રાજકોટ (Rajkot) ના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 3જી મે, શનિવારે દુષ્કર્મ (Rape) ની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો (Pocso) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખુંટની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની તપાસ વચ્ચે વચ્ચે અમિત ખુંટે ગઇ તા. 5ના રોજ રીબડા ગામમાં આવેલી પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
અમિત ખૂંટની સ્યૂસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધાઇ
અમિતે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja), તેના પુત્ર રાજદીપસિંહ (Rajdeepsinh Jadeja), દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરે પોતાને ખોટા કેસમાં ફસાવતા બદનામી થવાથી આત્મહત્યા કર્યાનું લખ્યું હતું. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય આરોપીઓ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પૂજા રાજગોરમાં પુછપરછમાં વટાણા વેર્યા
ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોર (Pooja Rajgor)ની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો કે પૂજાનો રાજકોટમાં એક મિત્ર રહે છે, જેણે પૂજા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને કહ્યું હતું કે અમિત સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂધ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેને મોટી રકમ મળશે. અમિત ખુંટ વિરૂધ્ધ ફરિયાદ કરતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે.
પૈસા માટે કારસો રચ્યો
દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરને પૈસાની જરૂરિયાત હોવાથી સહમત થઇ ગઇ હતી. કાવતરા મુજબ અમિત ખુંટ સાથે મિત્રતા કેળવી, આખરે તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. મેડીકલમાં દુષ્કર્મ કર્યાનું સાબિત થાય તે માટે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ ચોંકાવનારા ઘટસ્ફોટના અંતે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની બહેનપણી પૂજા જેન્તીભાઈ ગોર અને બંને એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતરની વિધિવત ધરપકડ કરી હતી.
અનિરૂદ્ધસિંહ રિબડા અને તેનો પુત્ર રાજદીપસિંહ હજુ ફરાર
આ કેસમાં રીબડા (Ribda)ના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજાને આ કામ સોંપનાર વચેટિયો પકડાયા પછી તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવવાનું કાવતરૂ રચ્યું હતું તે અંગે ખુલાસો થશે. હાલ આ વચેટિયાની શોધખોળ જારી રાખવામાં આવી છે.
જસ્ટીસ ફોર અમિત ખૂંટ અભિયાન શરૂ
અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ હનીટ્રેપનો ખુલાસો થયા બાદ સોશિયલ મીડિયામાં #JusticeForAmitKhunt અભિયાન શરૂ થયું છે. ગોંડલના પાટિદારોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ કરી છે જેમાં લખ્યું છે હું અમિત ખૂંટના પરિવાર સાથે છું. આ સાથે પોસ્ટમાં ગોંડલની પ્રજા ખાનદાની, ખુમારી, ખમીરાત વાળી છે રહી આડકતરી રીતે રિબડા જૂથને ચૂંટિયો ભરવાનો પ્રસાય કર્યો હતો.