ગોંડલ (Gondal) તાલુકાના રીબડા (Ribda) ગામની સીમના વાડી વિસ્તારમાં 37 વર્ષીય રાજેશ ઉર્ફે અમિત ખૂંટએ 5 મે 2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતકના 39 વર્ષીય મોટાભાઈ મનીષ ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા, બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
3 મે 2025, શનિવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17 વર્ષીય મોડેલિંગનું કામકાજ કરનારી સગીરા દ્વારા અમિત ખૂંટ વિરુદ્ધ બીએનએસ ની કલમ 137 (2), 64(1) તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.
બીજી તરફ પાટીદાર યુવકના મોત બાદ રાજકારણ શરૂ થયું છે. અઠવાડિયા પહેલા જ પાટીદાર સમાજના અલ્પેશ કથીરિયા, જીગીસા પટેલ સહિતના આગેવાનો ગયા હતા અને ઘણી વખત આહ્વાન કર્યું હતું કે પાટીદાર સમાજના યુવકો યુવતીઓને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે મદદ કરીશું. પરંતુ રીબડાના અમિત ખુંટ નામના યુવકે આત્મહત્યા કરી તે પણ પાટીદાર સમાજમાંથી આવે છે. અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી તેની પાછળ રાજકારણ સર્જાયું છે. ગોંડલ અને રીબડા બંનેની એન્ટ્રી થઈ ગઈ છે. છતાં પણ આરોપ એવા લાગ્યા છે પાટીદાર સમાજના જ એક વ્યક્તિએ અને અમિત ખુટના સગાએ એવા આરોપ લગાડ્યા છે કે ગઈકાલે આ ઘટના બની ત્યારથી જ પાટીદાર આગવાનોને મેં જાણ કરી દીધી છે હજુ સુધી અહીંયા કોઈ હાજર નથી થયું.
સૌથી મોટો સવાલ એ કે સમાજ માટે જે લોકો વાત કરતા હતા. સમાજની એકતા માટે વાત કરતા હોય, તેઓ જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે ન દેખાય તો એ વાતો કરવાનો શું મતલબ. આ અમિત ખુંટની ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
મૃતક અમિત દામજીભાઈ ખુટના કાકાના દિકરાએ અમિત ખુંટની આત્મહત્યાને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે અમારી માંગ એક જ છે, સુસાઈડ નોટમાં જેના નામ લખેલા છે એ બધા ઉપર કાર્યવાહી થાય. અમે પાટીદાર સમાજના આગેવાનોને જાણકારી આપી છે પણ અત્યાર સુધીમાં કોઈ આવ્યા નથી. અત્યારે 12થી 15 કલાક ઉપર સમય વીતવા આવ્યો છે. અમે સોમવારે બપોરે 12 થી 1 વાગ્યા આસપાસ અમિત ભાઇની ડેડ બોડી લઈને પહોંચ્યા હતા.
અમે હેન્ડરાઇટિંગના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા. પણ જે સુસાઈડ નોટમાં હેન્ડરાઇટિંગ આપેલ છે એ હેન્ડરાઇટિંગમાં અને અમે જે હેન્ડરાઇટિંગ આપેલું છે એ પોલીસ એમાં અસસ્તુ છે એટલે હજી બીજું હેન્ડરાઇટિંગ અમે જ્યાં નોકરી કરતા અમિતભાઈ એ જગ્યાએથી અમે હેન્ડરાઇટિંગ મંગાવેલું છે અને એમાં પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી છે. અમારી માંગ એક જ છે અમને ન્યાય મળે. અમને આત્મહત્યા કરેલલાગતું નથી. આ જેતે સમયે બનાવ બની ગયા છે અને આખું અલગ રાજકારણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે.