Rajkot News: રાજકોટ (Rajkot) શહેરમાં રવિવારની રાત્રે ગોંડ ચોકડી પર વધુ એક હિટ એન્ડ રન (Hit and Run)ની ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલકની ટક્કરથી ગોંડલમાં રહેતા સાસુ-પુત્રવધૂનું મોત
રાજકોટના ગોંડલ રોડ પર જેમાં કોરાટ ચોક પાસે ટ્રક ચાલકે બે ટુ-વ્હીલરને ટક્કર મારતા સાસુ-વહુના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.
સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, પોલીસે નાસી છુટેલા ટ્રક ચાલકની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પોલીસે ગુનો નહીં નોંધ્યાનો પરિવારે આક્ષેપ કરી મૃતદેહને સ્વીકારવાની મનાઈ કરી છે.
ગોંડલના વતની સાસુ જ્યોતિબેન મનોજભાઈ બાવનીયા અને પુત્રવધૂ જાહ્નવીબેન બાવનીયાના જનોઇ પ્રસંગે રાજકોટ આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે કોરાટ ચોક પાસે ટ્રકે અડફેટે લેતા બંનેના મોત થયા હતા. અકસ્માત બાદ મૃતકના સંબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સંબંધીઓએ હિટ એન્ડ રનની ફરિયાદ લેવા માગ કરી છે. જો કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઓફિસ બહાર ઉપવાસ પર ઉતરીશું. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.