Rajkot News: ગોંડલ (Gondal)માં રીબડા (Ribda)ના અમિત દામજીભાઈ ખૂંટ નામના યુવકે દુષ્કર્મના આરોપ (Allegation of Rape)થી આઘાતમાં સપડાતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સગીરા પર બળાત્કારનો આરોપ લાગતાં પોલીસ તપાસ પહેલા જ મૃતકે પોતાની વાડીએ ગળાફાંસો ખાઇને કરી આત્મહત્યા (Suicide) કરી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મૃતક અમિત ખૂંટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલામાં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા ઇન્ચાર્જ PI એ.સી.ડામોર, LCB સહિત પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે.
પોલીસે FSLને જાણ કરતા એફએસએલની ટીમના અધિકારી ઘટના સ્થળે પોહચ્યા હતા, મૃતકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. લીમડાના ઝાડ પરથી બે કોથળી જોવા મળી હતી. જે ચેક કરતા તેમાંથી, કાગળ એક સાલ, વેફર, બિસ્કિટ અને ફાકી મળી આવેલા હતા. ઝાડના થડ પાસે મૃતકના ચપ્પલ મળ્યા હતા. કાગળમાં લખ્યું હતું. “આ મારા ઘરના નંબર છે આને કોઈ હેરાન ન કરતા ***********, ઉમેશકાકા ***********, મિતેશભાઈ *********** લેખેલું મળી આવેલ હતું.
ઉલ્લેખનીય છે કે 3જી મે 2023ના રોજ રાજકોટ (Rajkot) માં અમિત ખુંટ (Amit Khunt) વિરૂદ્ધ ફરિયાદ (FIR) નોંધાઇ હતી. સુરત (Surat)માં રહેતી અને મૂળ સાવરકુંડલા (Savrkundla) પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહી મોડલિંગ કરતી હતી. થોડા દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે રીબડા ગામનો અમિત દામજી ખુંટ સંપર્કમાં આવી હતી. ત્યારે બાદ બંને અવાર-નવાર મળતા હતા.
દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમિત ખુંટ સગીરા સાથે એક જ્યુસની દુકાને ગયા અને જ્યુસમાં પીધું હતું. ત્યાર બાદ સગીરા બેભાન થઈ ગઈ હતી અને ભાનમાં આવી ત્યારે ગોંડલ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને બોલાવી અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.