Africa News: આફ્રિકાના નાઈજર (Niger) દેશમાંથી ઝારખંડ (Jharkhand)ના ગિરિડીહ જિલ્લાના બગોદર ગામના પાંચ પુરુષોનું સરકાર વિરોધી જૂથે એક કેમ્પ પર હુમલો કરીને બંદૂકની અણીએ અપહરણ (Kidnapping) કર્યું છે. અપહરણની ઘટના 25 એપ્રિલ, 2025 ના રોજ બની હતી.
કોનું-કોનું અપહરણ કરાયું?
‘કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ’ની ટ્રાન્સમિશન લાઇનમાં મજૂરી કામ કરતા ઝારખંડના રાજુ મહતો, ચંદ્રિકા મહતો, ફાલજીત મહતો, સંજય મહતો અને ઉત્તમ મહતો ઉપરાંત એડમ નામના એક નાઇજર નાગરિકને પણ ઉઠાવી લેવાયો હતો.
ફિલ્મી અંદાજમાં અપહરણ
બળવાખોરોના હુમલામાં બચી ગયેલા ભારતીય કામદારો અનુસાર 90 દાયકાની હિન્દી ફિલ્મોની જેમ 70-80 જેટલી બાઇક પર સવાર અંદાજે 100 જેટલા અપહરણકર્તાઓની ટોળકીએ કૅમ્પ પર હુમલો કર્યો હતો. જીવ બચાવવા કામદારો કંપનીની બસમાં બેસીને ભાગ્યા, બસ ઝડપથી ભગાવવાના ચક્કરમાં અમારી બસ રેતીમાં ફસાઈ ગઈ હતી.
બાઇક પર ઉઠાવીને લઇ ગયા
કામદારો ઊતરીને જે તરફ ભાગી શકાય એ તરફ ભાગ્યા. અમે ગટરમાં ઉતરીને છુપાઈ ગયા અને અમારો જીવ બચાવ્યો. અપહરણકર્તાઓ અંધાધૂંધ ગોળીબાર કરતા હતા.’ કમનસીબે પાંચ ભારતીયો ઝડપાઈ ગયા હતા અને એમને બંદૂક દેખાડીને મોટરસાઈકલ પર બેસાડીને ઉપાડી જવાયા હતા.