Gujarat : રાજયમાં હથિયારો રાખવાના શોખીનો દ્વારા નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાના કૌભાંડ પોલીસ દ્વારા પર્દાફાશ કર્યો હતો. જોકે, આ કૌભાંડ અંગે પોલીસે ભારે પ્રસિદ્ધિ મેળવી હતી પરંતુ આ કૌભાંડમાં રાજ્યના મંત્રી પુત્ર સહિત અનેક મોટા માથાઓના નામો સામે આવતાની સાથે જ વગદારોને બચાવવા માટે ગેરકાયદેસર હથિયાર લાઈસન્સ કૌભાંડમાં ભીનું સંકેલવાના ચાલી રહેલા ખેલ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લાં ઘણાં લાંબા સમયથી બોગસ હથિયાર પરવાના મેળવવાનો વેપલો ચાલી રહ્યો છે. ગુજરાત પોલીસે નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારના પરવાના મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં પોલીસ દ્વારા 40 વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. જોકે આ મામલામાં રાજ્યના એક મંત્રી પુત્ર, બિલ્ડર, પોલીસ અધિકારીઓનાં સંતાનો, ડાયરાના કલાકારો સહિતના અનેક મોટામાથાઓની સંડોવણી સામે આવતા પોલીસ દ્વારા તપાસ મંદ પડી ગઈ છે કે, કોના દબાણથી આ તપાસને મંદ પાડીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી નથી. આ આરોપીઓને ન પકડવા માટે પોલીસ ઉપર કોનું દબાણ કામ કરી રહ્યું છે તે મુખ્યમંત્રીશ્રી જણાવે.
Gujarat : ATS ની હથિયાર કૌભાંડની તપાસ Harsh ભાઈ મંત્રીપુત્ર અને Dayra ના કલાકારોના લીધે તાપસ પુરી ?
