અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ 2025માં લેવાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.
– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34 સ્કૂલોનું 10 ટકાથી ઓછું પરિણામ
– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100 ટકા પરિણામ
– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ 92.91 ટકા પરિણામ
– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું 54.48 ટકા પરિણામ
– A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારો 831,
– A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારો 8083,
– AB ગ્રુપના ઉમેદવારોનું પિરણામ 73.68 ટકા
– વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ પરિણામ
– સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ 97.20%
– સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ 87.77%
– ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ સામે આવ્યું છે
– ગુજરાતમાં 2005 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે
– 16 જૂનની આસપાસ નાપાસ વિધાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે
– સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ
– ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે
– સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 95.23% પરિણામ આવ્યું છે
– સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% રહ્યું છે.
– સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં 4.45% વધુ સારૂ પરિણામ મેળવ્યું
– સુરત જિલ્લાનું પરિણામ 93.97 ટકા જાહેર થયું છે.
– A1 ગ્રેડમાં સુરતના સૌથી વધુ 1672 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. A2 ગ્રેડમાં પણ સુરતના 6669 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ધો 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓને આપી હતી પરીક્ષા, ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.