Kheda News: માતર તાલુકાના રતનપુર ગામ (Ratanpur Vilage, Matar) માં પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણે ગામમાં હિંદુઓએ વરોઘોડો કાઢવો નહીં તેવા ફરમાનથી રોષ વ્યાપ્યો છે. ગ્રામજનોનો આરોપી છે ગામમાં ગામમાં કોઈ હિંદુઓના ત્યાં પ્રસંગ હોય તો કાંકરીચાળો કરવામાં આવે છે. ગામમાં હિંદુઓને વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડે છે. ગામના હિંદુ સમાજ દ્વારા પોલીસને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે,
હિન્દુઓનો પ્રસંગ હોય ત્યારે લાઇટ બંધ કરી દેવામાં આવેઃ ગ્રામજનો
હિંદુઓએ ગામમાં વરોઘોડો કાઢવો નહી તેવા રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ વ્યાપ્યો છે. આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં વરઘોડો કાઢવો હોય તો પોલીસનો બંદોબસ્ત માંગવો પડે છે. પોલીસ આવે પછી વરઘોડો નીકળે. ગ્રામજનોનું કહેવું છે કે, લઘુમતિ કોમ દ્વારા ગામમાં હિન્દુઓનો કોઇ પ્રસંગ હોય તો લાઈટો બંધ કરી દેવાના પેતરા રચવામાં આવે છે.
હિંદુ મહિલાઓ સાથે ગાળાગાળી કરવામાં આવે છેઃ ગ્રામજનો
મહાદેવ મંદિરે અને ભાગોળમાં લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે અભદ્ર વર્તન કરીને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. 28મી તારીખે બાબરી પ્રસંગે મહાદેવજીએ પગે લગાડી ગરબા ગાતા ભાઈ-બહેનોને ગંદી ગાળો બોલી અહીયા ગરબા નહીં ગાવા અને હિંદુઓએ અહીંયા આવુ નહીં તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
લઘુમતી કોમની બહુમતી, હિન્દુઓની લઘુમતી: પોલીસ
ગ્રામજનોના આક્ષેપના પગલે DYSP અને PIની હાજરીમાં માતર પોલીસે બંને કોમના લોકો સાથે બેઠક કરી છે. બેઠકમાં માતરમાં લઘુમતી કોમની બહુમતી હોવાથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે તેવી વાત સામે આવી છે. આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાલમાં ઘટના સ્થળે જઈને બન્ને પક્ષો વચ્ચે બેઠક પણ કરી છે, ગામમાં શાંતિ જળવાય તેને લઈ પોલીસે પણ અપીલ કરી છે. આ મામલે ડીએસપીનું કહેવું છે કે ગામમાં વરઘોડો કાઢવાને લઈ કોઈ ફરમાન નથી અને કોઈના નિયમો ચાલશે પણ નહીં.