-
Rajkot સિટી-બસ અકસ્માતમાં લાયસન્સ ચેક કર્યા વિના બસ ચલાવવા આપનાર સુપરવાઇઝર ઝડપાયો
Rajkot News: રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ (Indira circle) પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ (Rajkot City bus Accident) ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ કરી છે.
સુપરવાઈઝરની કેમ ધરપકડ?
નિલેશ ચાવડા નામના આ સુપરવાઈઝરની જવાબદારી બસ ચેકિંગ તથા ડ્રાઇવરના લાયસન્સના ચેકિંગની હતી. નિલેશ ચાવડાએ ડ્રાઇવરનું લાયસન્સ ચેક કર્યા વગર જ તેને બસ ચલાવવા માટે છૂટોદોર આપી દીધો હતો. પોલીસે નિલેશ ચાવડાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
‘કર્તવ્ય પાલન કર્યું હોત તો અકસ્માત ન થયો હોત..’
આ સમગ્ર કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે,બસ ડ્રાઈવરનું લાયસન્સ એકસ્પાયર્ડ હતુ અને તે બસ હંકારી રહ્યો હતો, ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે નોંધ્યો ગુનો અને ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. જો સુપપનાઈઝરે ‘કર્તવ્ય પાલન કર્યું હોત અકસ્માતના દિવસે બસ ડ્રાઇવરને બસને ચલાવવા આપી ન હોત અને અકસ્માત ન થયો હોત.’
સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની કંપની પાસે
સીટી બસના સંચાલન માટે વિશ્વકર્મા, નારાયણ નામની બે એજન્સીને કોન્ટ્રાક અપાયો છે, મનપાના પૂર્વ આસિ.ઇજનેર જસ્મિન રાઠોડ આ કોન્ટ્રાક સંભાળે છે અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ કરે છે સંચાલન સાથે સાથે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ બેઠક કરી હતી જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા,કંપની અને એજન્સી વચ્ચે કઈ રીતે કરાર તે તપાસ થશે અને કંપની, એજન્સીના માણસોની જવાબદારી ફિક્સ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Rajkot | રાજકોટ અકસ્માતનો વધુ એક CCTV સામે આવ્યો, ડ્રાઈવરે કેવી રીતે મોતનું તાંડવ સર્જ્યું જોઈ લો…
આ પણ વાંચોઃ Rajkot City bus Accident | સિટી બસના ડ્રાઈવરને યમદૂતની જેમ બસ ચલાવવાની છૂટ કોને આપી? વધુ એકનું મોત
આ પણ વાંચોઃ Rajkot | રાજકોટમાં ન્યાય માંગી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ
આ પણ વાંચોઃ Accident | રાજકોટમાં સીટી બસ યમદૂત બની! ઇન્દીરા સર્કલ પાસે 6 લોકોને કચડ્યાં, 3ના મોત