Ahmedabad: કાંકરિયાની જેમ જ ચંડોળા તળાવનું બ્યૂટિફિકેશન કરાશે, માસ્ટર પ્લાન તૈયાર

Chandola Lake Beautified Like Kankaria Lake

Ahmedabad News:  ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લોકમુખે ચર્ચાનો મુદ્દો બનેલા અમદાવાદ શહેરના ચંડોળા તળાવ (Chandola Lake Demolition) ને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડોળા તળાવનું કાંકરિયાની જેમ જ બ્યૂટિફિકેશન કરાશે. 29 અને 30 એપ્રિલના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી અને મેનપાવર દ્વારા 4,000 જેટલા નાના-મોટા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાંને તોડી આશરે 1.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયાં છે. ત્યારે ત્રીજા દિવસે પણ આ ડિમોલશન ચાલુ રહ્યું હતું.

બીજી તરફ ચંડોળા તળાવની ફરતે ફરીથી દબાણો થાય નહીં તે માટે AMCએ મોટો નિર્ણય લીધો છે. ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે સર્વે કરવામાં આવશે અને સર્વે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે. હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.

AMC નવીનીકરણની કામગીરી હાથ ધરશે
અમદાવાદ (Ahmedabad )ના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન (Chandola Lake Demolition) બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરવાનું આયોજન કરશે. રૂપિયા 36 કરોડ 38 લાખના ખર્ચે ડેવલપમેન્ટની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે. જેમાં BRTS ટ્રેક, વોક વે , જંગલ જીમ ઈવેન્ટ શેડ, બ્રેડ રૂમ, ગ્રુમ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય ચંડોળા તળાવ પર ડ્રેનેજ લાઈન પમ્પિંગ સ્ટેશને ખંભાતી કૂવા બનાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં રહેણાંક મકાનો પણ બનાવવાનું આયોજન મનપા કરશે.

સાત ફેઝમાં ચંડોળા તળાવને ડેવલોપ કરાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા અને ઇસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવને ડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ સાત ફેઝમાં તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવશે.

પહેલા ફેઝમાં 27.53 કરોડના ખર્ચેડેવલપમેન્ટ કરવામાં આવશે
ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top