India News: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલ 2025ના રોજ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 29મી એપ્રિલ, મંગળવારે NSA, CDS અને ત્રણેય સેના (આર્મી, નેવી અને એરફોર્સ)ના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તેમને પાકિસ્તાન પર હુમલાની ખુલ્લી છૂટ આપી હતી. હુમલા માટે સ્થળ અને સમયની પસંદગીની જવાબદારી પણ મોદીએ સેનાને સોંપી હોવાના અહેવાલો છે.
દરમિયાન ભારતની તાબડતોબ કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ ખાલી કરવાનું શરૂ કર્યું છે. પહલગામ હુલાની રાતથી જ પાકિસ્તાનને ભારતીય સેનાની જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને હુમલો કરવાની ખુલ્લી છૂટ આપી દેતાં પાકિસ્તાનના હાંજા ગગડી ગયા છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ ખાલી કરી પાકિસ્તાની ધ્વજ હટાવાનું શરૂ કરી દીધું છે.
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર તણાવમાં તીવ્ર વધારો થયો છે, ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જોરદાર વળતો હુમલો કર્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સૈનિકોએ તેમની ઘણી આગળની ચોકીઓ છોડી દીધી છે અને પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ ઉતારી દીધા છે, જે સ્પષ્ટપણે પાકિસ્તાનની પીછેહઠ અને ભારતીય સેનાની વધતી જતી આશંકા દર્શાવે છે.
પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર વારંવાર રવામાં આવેલા ગોળીબાર બાદ, ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે, સૂત્રોએ જણાવ્યું હતું. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામુલ્લા અને કુપવાડા સહિતના ઘણા વિસ્તારોમાં, પાકિસ્તાની દળોને ભારતીય સેનાની જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો.
અહેવાલો મુજબ, કેટલીક આગળની જગ્યાઓ પર તૈનાત પાકિસ્તાની સૈનિકો ભાગી ગયા છે, અને પાકિસ્તાની રેન્જર્સે તેમની પોસ્ટ પરથી ધ્વજ ઉતારી દીધા છે – આ એક દુર્લભ પગલું છે જે નીચા મનોબળ અને વ્યૂહાત્મક પીછેહઠનું પ્રતીક માનવામાં આવે છે.
બીજી તરફ, પ્રધાનમંત્રી નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ CCSની બીજી બેઠક છે, પહેલી બેઠક પહેલગામ હુમલાના બીજા દિવસે 23 એપ્રિલે યોજાઈ હતી. સીસીએસની બેઠક પછી તરત જ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળશે. આ પછી, આર્થિક બાબતોની સમિતિ અને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થશે.
ભારતનો વધુ એક મરણતોલ ફટકો
ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની ભુવનેશ્વરમાં યોજાયેલી મીટિંગમાં ગુરુવાર, તા. 1 મેથી પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં તમા રાજ્યોના પ્રતિનિધિ સામેલ હતા. જેમાં પાકિસ્તાન સાથે તમામ બિઝનેસ ડીલ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack: વડાપ્રધાન મોદીએ આપ્યો છૂટો દોર, બદલાનો સમય-લક્ષ્ય સેના નક્કી કરશે