લ્યો બોલો! BJPના સાંસદ જ ભાજપના ધારાસભ્યથી પરેશાન; ફોન પર ભલામણ કરી પણ અસર નહીં થતા પત્ર લખવો પડ્યો!

BJP MP Hasmukh Patel wrote letter  to Vatva MLA Babusinh Jadav
  • લ્યો બોલો! BJPના સાંસદ જ ભાજપના ધારાસભ્યથી પરેશાન!
  • લોકસભા સાંસદ હસમુખભાઇ પટેલએ વટવા વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખ્યો
  • પત્રમાં અધિકારીઓ ગાંઠતા ન હોવાનો લગાવ્યો ગંભીર આરોપ
  • કામગીરી કરવા સાંસદે કલેક્ટરને ભલામણ કરી

Ahmedabad News: શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં એક પછી એક વિવાદમાં સપડાઇ રહી છે. અમરેલીમાં લેટરકાંડના પડઘા હજુ શાંત નથી પડ્યાં ત્યા અમદાવાદમાં લેટરવોર સામે આવી છે. અમદાવાદમાં ભાજપના સાંસદે જ ભાજપના ધારાસભ્યને પત્ર લખી ગંભીર આક્ષેપ કર્યા છે. આ સ્થિતિ જોતાં શિસ્તબદ્ધ પક્ષ ભાજપની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ છે.

સરકારી અધિકારીઓની ઉદાસીનતાથી જનતા પરેશાન થતી હોય એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની (BJP) સરકાર હોવા છતાં ભાજપનાં સાંસદ જ અધિકારીઓથી પરેશાન હોય તો સંભળીને નવાઇ લાગે. અમદાવાદ ભાજપના લોકસભા સાંસદ હસમુખભાઇ પટલે સરકારી અધિકારીઓની ઉદાસીનતાથી એટલી હદ્દે હેરાન થયા કે તેમને વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખી રજૂઆત કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ પૂર્વના (MP Ahmedabad East) ભાજપનાં લોકસભા સાંસદ હસમુખભાઇ પટલએ ( BJP MP Hasmukh Patel) વટવા વિધાનસભાના ધારાસભ્ય (Vatva MLA)  બાબુસિંહ જાદવ (BJP MLA Babusinh Jadav)ને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સાંસદ હસમુખભાઇએ આરોપ લગાવ્યો કે, તમારા મત વિસ્તારમાં આવતા ધામતવાણ ગામના આશરે 300 રહીશોની સહી સાથેની ગામના સરપંચની નીચે મુજબની ગંભીર ફરિયાદો મને લેખિત મળેલ છે.

1) ગ્રામ પંચાયતના રેકોર્ડ પંચાયત ઓફિસની બહાર અંગત સ્થળે રાખવામાં આવે છે
2) મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ પંચાયતનો વહીવટ ચલાવે છે.
3) ઈન્ડસ્ટ્રિયલ શેડ બાંધવા માટેની રજાચિઠ્ઠી આપવા બાબતે તેમજ અન્ય રીતે આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.
4) ગ્રામજનોને કાયદાનો ડર બતાવીને અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દેવાય છે.
ઉપરોક્ત રજૂઆત અન્વયે મે સક્ષમ સત્તાવાળાઓનું ધ્યાન દોરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ છે.

આવી ગંભીર ફરિયાદોની સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય આગેવાનો પાસેથી માહિતી મેળવીને ગ્રામજનોને યોગ્ય ન્યાય મળે તે માટે અને પંચાયતનો વહીવટ નિયમ પ્રમાણે ચાલે અને કસુરવાર સામે ન્યાયોચિત કાર્યવાહી થાય તે માટે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ આપને રજૂઆત કરવા માટે ભલામણ છે.

ahmedabad east loksabha BJP MP Hasmukh Patel wrote letter

રાજકીય વર્તૂળોમાં વાત એવી પણ ચાલી રહી છે કે ભાજપ (BJP)નાં લોકસભા સાંસદ હસમુખભાઇ પટલએ (MP Hashmukh Patel) વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને મત વિસ્તારના લોકોની સમસ્યા હલ કરવા માટે બે-ચાર વખત ફોન પણ કર્યો હતો પરંતુ કોઇ ઉકેલ નહીં આવતા આખરે પત્ર લખી વિનંતિ કરવી પડે છે.

આ સાથે લોકો વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે, શું સાંસદ અને ધારાસભ્ય વચ્ચે મનમેળ નહીં હોય કે તેમને મત વિસ્તાર લોકોની સમસ્યા દૂર કરવા આ રીતે પત્ર લખવો પડ્યો છે. જો એક સાંસદને આ રીતે આજીજી કરવી પડતી હોય તો પછી સામાન્ય જનતાનું શું થશે ?


આ પણ વાંચોઃ Letter Kand | અમરેલી બાદ ભાજપમાં વધુ એક લેટર કાંડ, MLA મહેન્દ્ર પાડેલીયા પર ઉઘરાણા કરવાનો આરોપ

આ પણ વાંચોઃ Gujarat : મંત્રીમંડળના વિસ્તરણ ટાણે પાયલ ગોટીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નરેશ પટેલ અને જયેશ રાદડિયાને સણસણતો પત્ર લખ્યો

આ પણ વાંચોઃ Amreli letter kand માં દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top