Ahmedabad News: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી હાથ ધરી અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા ઘુસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે.
અમદાવાદના મીની ‘બાંગ્લાદેશ’ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગળાની સાંકળ બનેલા ચંડોળા તળાવના દબાણો જમીનદોસ્ત કરાયા છે. વર્ષોથી જમીન એક પ્રહારથી ખાલી કરાવાઈ છે. બીજી બાજુ અમદાવાદ ચંડોળા તળાવ ડિમોલિશન અંગે મહત્વની બેઠક ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં જોડાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે થોડીવારમાં હર્ષ સંઘવી ચંડોળા તળાવની મુલાકાત લેશે. ડિમોલિશનની કામગીરીનું હર્ષ સંઘવી નિરીક્ષણ કરશે.
ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેમા અરજદારે જણાવ્યું કે ડિમોલિશન નિયમો વિરુદ્ધ થઇ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત ન થયાનો દાવો કરાયો છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની ન કરી શકે તેવી અરજી હાઈકોર્ટમાં કરાઈ છે ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે તેવી રજૂઆત અરજીમાં છે. ઘર તોડતા પહેલા નોટિસ ન આપવામાં આવ્યાનો દાવો કરાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ હતી.
અરજદારના વકિલે શું કહ્યું
અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 18 ભારતીયોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. જો કે તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસે પકડેલા મોટાભાગના લોકો બાંગ્લાદેશી નહીં ભારતીય નીકળ્યા છે. પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા માટે શોક આપવા જેવા કાર્યો કરે છે.
ચંડોળા તળાવ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટઃ સરકાર
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રજૂઆત કરી કે, ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યૂશન, અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ છે. બાળકોને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથેની સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતા તેની સંપૂર્ણ માહિતી સરકારે આપી નથી. ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડ્રિંગ જેવા ગુનાઓ પણ ચંડોળા તળાવમાં થતા હતા.
સુનાવણી દરમિયાન કોર્ટ રૂમ બહાર બંદોબસ્ત ગોઠવાયો
સુનાવણી શરૂ થતાંની સાથે જ કોર્ટ રૂમની બહાર પોલીસ સહિત ક્રાઇમ બ્રાંચ ગોઠવવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે ચંડોળા તળાવ ડિમોલિશનની અરજી ફગાવી દીધી છે. કોર્ટના આદેશ બાદ હવે ડિમોલિશનની કાર્યવાહી નહીં અટકે.સુનાવણી દરમિયાન અનેક પ્રયત્નો છતાં ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ મીડિયાને કોર્ટ રૂમમાં પ્રવેશવા દીધી ન હતી. મીડિયાને જજ સામે પણ રજૂઆત કરતા રોકી રહ્યા છે. હાઇકોર્ટનો કોઈ લેખિત હુકમ નહીં છતાં પોલીસ મનમાની કરી રહી છે.
DGP વિકાસ સહાયે ડિમોલિશનનું નિરીક્ષણ કર્યું
અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન થઈ રહ્યું છે. આજે સવારે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા પહોંચ્યા હતાં અને સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. હવે રાજ્યના પોલીસ વડા ચંડોળા પહોંચ્યા છે. પોલીસવડા વિકાસ સહાયે ચંડોળા તળાવ ખાતે પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: કોણ છે ‘મીનીબાંગ્લાદેશ’નો માસ્ટરમાઇન્ડ? કેવી રીતે ઊભુ કર્યું કરોડોનું સામ્રજ્ય જાણો…
આ પણ વાંચોઃ Ahmedabad: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદે વીજ જોડાણ કપાયા