-
Ahmedabadમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સૌથી મોટી કાર્યવાહી
-
ચંડોળામાંથી 800થી વધુ શંકાસ્પદની અટકાયત
-
લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું
Ahmedabad News: પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં પાકિસ્તાનીઓને શોધવાની સાથે સાથે બાંગ્લાદેશી ઘૂષણખોરોને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વલસાડ સહિત વિવિધ શહેરોમાંથી બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 1700થી વધુ શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. 40 JCB અને AMC ના 60 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેગા ડિમોલીશન પર 10થી વધુ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સૌથી મોટી કાર્યવાહી
અમદાવાદના શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 150થી વધારે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. હજી પણ તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શરૂ છે.આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝુંપડા વેચવામાં આવતા હતાં. હવે આ ડિમોલિશનની કામગીરી દરમિયાન 18 અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
ચંડોળામાંથી 800થી વધુ શંકાસ્પદની અટકાયત
પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.
Ahmedabad ના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ચંડોળા તળાવ ખાતે શરુ કરાયું | Newz Room Gujarat#ahemdabad #chandolalake #demolation #megademolation #ahemdabadpolice #police #AMC #chandolatalav #viralvideochallenge #viralreeĺ #trendingpost #newzroomgujarat @AmdavadAMC @AhmedabadPolice pic.twitter.com/31sOwygRIt
— Newz Room (@NewzRoomGujarat) April 29, 2025
18 અરજદારોએ હાઈકોર્ટમાં કરી અરજી
જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની 11 વાગ્યે સુનાવણી હાથ ધરાશે. અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે, નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે. તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાદે રીતે ઘર તોડી ન શકાય. અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસન કોઈ વાત કરવામાં આવી છે.
ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત
અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું
લલ્લા બિહારી નામના શખ્સે ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. ઐયાશી માટે કાળી કમાણીથી બંગ્લા અને ફાર્મ હાઉસ બાંધી દેવાયા છે. લલ્લા બિહારી ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો કરતો હતો. હવે આ કામગીરી દરમિયાન લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરીને બંનેને ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યાં છે. તેમની સામે ગેરકાયદે વીજ જોડાણનો ગુનો નોંધાયો છે. લલ્લા બિહારીએ કાળી કમાણીના રૂપિયાથી ચંડોળામાં આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ બાંધી દીધા હતાં. પોલીસ ફાર્મ હાઉસનો દરવાજો દરવાજો તોડીને ફાર્મ હાઉસમાં ઘૂસી હતી. ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં AMCની ટીમ દ્વારા હથોડાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.
ઝૂંપડપટ્ટીની આડમાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યાં
અમદાવાદના (Ahmedabad) ચંડોળા વિસ્તારને જોતા એમ લાગે કે આ ઝૂંપડપટ્ટી છે. પરંતુ તેની અંદર બાંગ્લાદેશીઓને બે લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતાં. જાવેદ નામનો શખ્સ ઝુંપડા બનાવી આપીને વેચતો હતો.આ વિસ્તારમાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યાં છે. 500 થી 2000 ચો.મી જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા છે. આ ઉપરાંત ગેરકાયદે પ્લે ઝોન પણ બનાવી દેવાયા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદે વીજ જોડાણ કપાયા
આ પણ વાંચોઃ Pahalgam Attack Update: પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાનો ગુજરાત સરકારનો આદેશ, યાદી કરાઈ તૈયાર
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack: ‘હિન્દુ-મુસલમાન અલગ અલગ થઇ જાઓ, કલમા પઢો કહી હિન્દુઓને મારી નાંખ્યા’, જુઓ Video