અમેરીકાના વ્હાઇટ હાઉસમાં ઉજવાશે દિવાળી, બાઈડેન ભારતીય મુળના લોકોને સંબોધન કરશે

ભારતમાં આજથી દિવાળીના તહેવારોનો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે સોમવારની સાંજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઈટ હાઉસના બ્લૂ રૂમમાં દીવડાં પ્રગટાવી પ્રકાશ પથરાવશે. ગત વર્ષે પણ જો બાઈડેને દિવાળીના તહેવારે આવી જ પાર્ટી રાખી હતી અને પોતાની ધર્મપત્ની જીલ બાઈડેનની સાથે ભારતીય મૂળના અમેરિકનોને શુભેચ્છા પાઠવી હતી. વ્હાઈટ હાઉસના નિવેદનમાં કહેવાયું છે કે, જો બાઈડેન દિવાળીના આયોજન દરમ્યાન ભારતીય મૂળના લોકોને સંબોધિત પણ કરશે.

વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળના નાગરિકો માટે દિવાળી પાર્ટીનું આયોજન

ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી માટે ઉજવવામાં આવતી દિવાળીની તૈયારીઓ સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહી છે. ભારતથી લઈને અમેરિકા સુધી હિન્દુ ધર્મના લોકોએ પોતાના ઘરને શણગારવાનું શરૂ કરી દીધું છે. દિવાળી હિંદુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ આ વાત જાણે છે અને સોમવારે વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળના નાગરિકો માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું છે.
સ્પેસમાંથી સુનિતા વિલિયમ્સ શુભેચ્છા પાઠવશે

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી અભિનંદન પાઠવશે

ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી અભિનંદન પાઠવશે. અમેરિકાના વ્હાઈટ હાઉસના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડેનની પાર્ટીમાં નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો એક વીડિયો સંદેશ પણ ચલાવવામાં આવશે. વિલિયમ્સે આ સંદેશ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી રેકોર્ડ કર્યો છે, જ્યાં તે સપ્ટેમ્બરથી હાજર છે. સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની હિંદુ છે, જેણે અગાઉ ISS તરફથી વિશ્વભરના લોકોને દિવાળીની શુભેચ્છાઓ મોકલી હતી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તેમણે સમોસા, ઉપનિષદ અને ભગવદ ગીતાની નકલો લાવીને અવકાશમાં પોતાનો વારસો પણ ઉજવ્યો.

 

Scroll to Top