Gondal Controversy: ગોંડલમાં ચાલી રહેલી શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. દરમિયાન રાજભાએ ગણેશ ગોંડલને સમર્થન આપતા કહ્યું કે મારી સંપૂર્ણપણે તૈયારી છે, આ ખુલ્લું મેદાન છે, અયા ગોંડલમાં ક્યાય કોઈ રોડ ઉપર તાળું નથી માર્યું, જેને ઈચ્છા થાય, જે સ્ટાઈલથી ઈચ્છા થાય એ રીતે આવે ગોંડલની જનતા જવાબ આપશે. જયરાજસિંહ અને એના પરિવારનું લોકોના હૃદયમાં સ્થાન છે જ્યારે આવા ત્રણ ચાર લોકો જે જીગીસાબેન છે કે ભાઈ બોઘરા છે આ બધા આજે અમાસના કાળા દિવસે અહી ગોંડલમાં સારા મુહરતમાં પધારે છે પરંતુ ગોંડલના દરેક ચોકની અંદર સ્વયંભુ રીતે શહેરમાંથી તાલુકામાંથી આ પંથકમાંથી લોકો આવ્યા છે અને એનો સંપૂર્ણપણે આજે કાળા વાવટા સાથે એનો વિરોધ કરે છે અને ગોંડલની શાંતિ દવડવાનો પ્રયત્ન કરે છે.
અહીયા ખોટી લીંબડ જસ ખાટું આવે છે અહયા ખોટી રીતે નેતાગીરી કરવી વ્યાજબી નથી ગોંડલની જનતા એનો જવાબ આપશે અને છતાં પણ ઓપન ચેલેન્જ જે રીતે ગણેશભાઈએ કરી છે એ રીતે એને ખુલ્લી ચેલેન્જ કરું છું કે આવતી તમામ ચૂંટણીઓની અંદર આપ અમારી સામે ચૂંટણી લડવાવો ગોંડલની જનતા જવાબ આપશે.