Gondal Controversy : Gondalમાં ઉગ્ર વિરોધ બાદ પાટીદાર મહિલા આગેવાન જિગીષા પટેલ (Jeegeesha Patel) ન્યૂઝ રૂમ (Newz Room) સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો હતો. જિગીષા પટેલે કહ્યું અમારો નામ જોગ વિરોધ કરવામાં આવ્યો એ ક્યાંકને ક્યાંક મને એવું દેખાઈ રહ્યું છે કે એ લોકો ખુદ સ્વીકારી રહ્યા છે કે આના હત્યારાઓ અમે જ છીએ. તો આજે તમે મને એમ કહી રહ્યા છો કે તું બહાર આવીને આ બધું ના કર તો તમારા માતાશ્રીને તમે શું કામ મેદાનમાં ઉતાર્યા છો.
ગોંડલના ગેટ ઉપર આજે મને મિશ્ર પ્રતિસાદ મળ્યો અને મિશ્ર એટલા માટે કારણ કે ક્યાંક તો અમારો મુદ્દો સાચો છે એટલે લોકો મારા સમર્થનમાં ઉતર્યા.હું તો રાજકુમાર ઝાટ માટે પણ લડું છું હું તો દેવ સાટોડિયા માટે પણ લડું છું અને મારે એનો અફસોસ નથી કરાવવો. જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ ઉપર અમારા સમાજના પરષોત્તમભાઈ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારે પણ હું એમની સાથે હતી. અત્યારે અલ્પેશભાઈ કથીરિયાએ અહીંયા ગોંડલમાં ફરવા આવવાની ઘોષણા કરી તો તમે જોઈ રહ્યા હશો કે અમારી સાથે કેટલી ગાડીઓ જોડાણી.
સુરતની અંદર જ્યારે અમે મીટિંગ કરીને તો આ લોકોના પાયા આટલા હલી ગયા તો જ્યારે અમે મૂર્તિ પ્રસ્થાપિત કરીશું ત્યારે આ લોકોનું શું થાશે. મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટેની તમામ તૈયારીઓ તમામ તૈયારીઓ અને તડામાર તૈયારીઓ ચાલુ છે…. આવો જાણીએ શું કહ્યું જિગીષા પટેલે…