Ganesh Jadeja vs Alpesh Kathiriya: આજે અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) આજે પોતાના સમર્થકો સાથે ગોંડલ આવી પહોંચ્યા છે. બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગણેશ જાડેજાએ સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે અમે કાયદો હાથમાં લેતા નથી.
દરમિયાન રીબડા ગામ (Ribda Village) ના પાટીદાર (Patidar) સમાજના આગેવાનો પણ ગણેશ જાડેજાના સમર્થનમાં આવ્યા હતા. ન્યૂઝ રૂમ સાથેની વાતચીતમાં પાટીદાર સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે બાહરથી ચાર-પાંચ લોકો આવી અશંતિ ઊભી કરીને જતા રહે છે. રીબડામાં જરૂર પડે છે ત્યારે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ જ અમને (પાટીદાર સમાજને) મદદ કરતા આવ્યા છે. આજે 10,000 પબ્લિક આવી ગઈ હતી એમાં 80% લેવા પટેલ સમાજ જ હતો .. આવો જાણીએ શું કહ્યું રીબડામાં રહેતા પાટીદાર સમાજના યુવાનો પાસેથી તેઓ શું કહે આ સમગ્ર મામલે…