કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરા, બનાસકાંઠાના પ્રવાસીઓનો સમૂહ વતન પરત ફર્યો છે. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ હેમખેમ જોઇ ભેટી પડયા હતા.
પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ કશ્મીરમાં અટવાયેલા ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે. આજે વડોદરા જિલ્લાથી કાશ્મીરના પ્રવાસે ગયેલા મુસાફરો સ્પેશિયલ ટ્રેનમાં પરત ફર્યા હતા .સરકારે તેમના માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયાના કેટલાક લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા.
જમ્મુ કાશ્મીર ફરવા ગયેલ વડોદરાના 20 પરિવારના 23 સભ્યો પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા બાદ કાશ્મીરમાં ફસાઈ જતા વડોદરામાં તેમનો પરિવાર ચિંતિત થયો હતો. ગુજરાત સરકારે યાત્રીઓની ટિકિટનો પણ ખર્ચ ઉઠાવ્યો હત. અમે વડોદરા અને ગુજરાત હેમખેમ પરત આવતા અમારા પરિવારજનો એ પણ હાશકારો અનુભવ્યો છે.
બનાસકાંઠાના 20 યાત્રિકો પણ ગુજરાત ફરત ફર્યા છે. પાલનપુરના મીરા દરવાજા વિસ્તારના રહેવાસીઓ જમ્મુ-કાશ્મીર પ્રવાસે ગયા હતા. પરત ફરેલા લોકોની આંખોમાં આંસુ હતા. રેલવે સ્ટેશન પર તેમને લેવા માટે તેમના પરિવારજનો હાજર હતા. બાળકો ડરી ગયેલા હોવાથી ઘરે જવાની જીદ કરતા જોવા મળ્યા હતા. પરત ફરેલા લોકોએ આર્મીની ખુબ પ્રશંસા કરી હતી અને આર્મીએ તેમને ખુબ મદદ કરી હોવાનું જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરથી પરત આવેલા એક સભ્ય ચાંદનીબેને કહ્યું હતું કે, અમે ભગવાનનો આભાર માનીએ છે. આતંકવાદી હુમલો થયો ત્યારે અમે શ્રીનગરના શાલીમાર બાગમાં હતા. જેમ જેમ હુમલાના સમાચાર સામે આવતા ગયા હતા તેમ તેમ શ્રીનગરમાં ગભરાટ વધતો ગયો હતો. સ્કૂલો અને બજારો બંધ થઈ ગયા હતા અને લાલચોકમાં આ હુમલાના વિરોધમાં પ્રદર્શન થયું હતું. ભારતીય સેનાનો ઘણો સપોર્ટ મળ્યો. સ્થાનિક લોકો પણ હુમલાના વિરોધમાં હતા અને તેમણે પણ પ્રવાસીઓને મદદ કરી હતી. આતંકવાદી હુમલામાં નિર્દોષોનો જીવ ગયા છે. આ સારી વાત નથી. સરકારે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ.