જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ લશ્કર-એ-તૈયબા (LeT) ના ચાર આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા અને ભારતના વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા.
આતંકી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાની ઉંઘ ઉડી ગઇ છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત (Sindhu River Treaty freeze) કરવાની જાહેર કરતા પાકિસ્તાનની હાલત ખરાબ થઇ ગઇ છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ અને વડાપ્રધાન શાહબાજ શરીફના સહયોગી બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto)એ ભડકાઉ ભાષણ આપી નદીમાં લોહી વહેશે તેવી ધમકી આપી હતી.
સિંધુ જળ કરાર અટકાવવા બદલ ભારતને ધમકી
એક જાહેર રેલીને સંબોધતા ભુટ્ટોએ કહ્યું હું સિંઘુ નદીની સાથે ઊભો છું અને ભારતને સંદોશ આપું છું કે સિંધુ નદી અમારી છે, સિંધુમાં અમારું પાણી વહેશે કે તમારું લોહી. ભારતે પહલગામ આતંકી હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરાવ્યું છે. પોતાની નિષ્ફળતા છુપાવવા અને ભારતના નાગરિકોને મુર્ખ બનાવવા માટે ભારતના વડાપ્રધાન મોદી ખોટા આરોપ લગાવ્યા અને એક તરફી નિર્ણય લઇ સિંધુ જળ કરારને લઇ રદ કરી નાખ્યો છે, હું અહીં સુક્કુરમાં સિંધુની પાસે ઊભો થઇ ભારતને બતાવવા માંગુ છું કે સિંધુ અમારી રહેશે પછી ભલે તેમાં પાણી વહે કે તમારૂં લોહી.
એક ટીપું પાણી પણ પાકિસ્તાન નહીં જાયઃ ભારત
ભારતે શુક્રવારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સાથે અગત્યની બેઠક બાદ ભારતીય નદીઓનું પાણી પાકિસ્તાન જતું અટકાવવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કે બેઠકમાં ત્રણ વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી. જેમાં નદીમાંથી કાંપ હટાવવાની કામગીરી કરવામાં આવશે જેથી તેના વહેણ બદલી શકાય.