Gondal News | અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)એ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકાર્યા બાદ આજે જીગીષા પટેલે (Jeegeesha Patel) હુંકાર કર્યો છે. જીગાશા પટેલે આજે એક વીડિયો પોસ્ટ કરી સામૈયું તૈયાર રાખવા કહ્યું છે. આ પહેલા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં પર પોસ્ટ મૂકી અને કહ્યું 27 એપ્રિલે ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં ફરીશ.
સુરત (Surat)માં પાટીદાર (Patidar) સમાજની બેઠક યોજાઈ બાદ સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર આગેવાનો ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું હતું. સભા દરમિયાન ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર કર્યા આકરા પ્રહારો કર્યા છે. સાથે જ ગણેશ જાડેજાએ કહ્યું કે, “ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે, મા નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં”
ગોંડલના ગણેશ જાડેજા (Ganesh Jadeja) એ બે દિવસ પહેલા વિરોધીઓને આપેલી ચીમકી પર પ્રતિક્રિયા સામે આવી છે. ગણેશ ગોંડલે જેમના પર નિશાન સાધ્યું હતું તે બન્ને નેતાઓ અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલે (Varun Patel) ગોંડલ આવવાની વાત કહી હતી.
ગણેશ ગોંડલની ચેલેન્જને સ્વીકારી અલ્પેશ કથીરિયાએ પોસ્ટ કરી હતી જેમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે હુ 27 એપ્રિલે ગોંડલ આવી રહ્યો છું, મારા સ્વાગતની તૈયારી કરજો,તો બીજી તરફ ગણેશ જાડેજાએ કટાક્ષ વાળી પોસ્ટ કરી છે કે, ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા તૈયાર રહેજો, ગોંડલની જનતા તૈયાર હોવાનું ગણેશ જાડેજાની પોસ્ટ છે.
ગણેશ ગોંડલની ચેલન્સ પર જીગીષા પટેલે હુંકાર કર્યો હતો કે સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં 27મીએ ગોંડલ આવી રહ્યાં છે. દલિત સમાજના લોકોની ગોંડલની મુલાકાત દરમિયાન જે રીતે રોડ ખોદાઇ ગયા હતા તે પ્રકારે આ વખતે રોડ ખોદી ન નાખતા. અમે અડધી રાત્રે નહીં પરંતુ ધોળા દિવસે તમને દેખાય તેવી રીતે આવી રહ્યાં છે. અમારૂ સામૈયું કરવા તૈયાર રહેજો.