Bank Holidays In May 2025: એપ્રિલ મહિનામાં હવે ગણતરીના જ દિવસોમાં બાકી છે.આવતાં અઠવાડિયાથી મે મહિનાની શરૂઆત થશે. મે મહિનામાં વિવિધ કારણોસર અને નિયમિત સાપ્તાહિક રજાઓને કારણે બેંકો કુલ 12 દિવસ બંધ રહેવાની છે.આવી સ્થિતિમાં, જો તમે આગામી મહિને કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંકમાં જવાનો છો તો,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મે મહિનાની બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લો.
મે મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો (Bank Holidays In May 2025)
01 મે 2025 (ગુરુવાર) – મજૂર દિવસ પર સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
04 મે 2025 (રવિવાર)- સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
09 મે 2025 (રવિવાર)- સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
10 મે 2025 (શનિવાર)- મહિનાના બીજા શનિવારને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
11 મે 2025 (રવિવાર)- સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
12 મે 2025 (સોમવાર)- બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેશભરની બેંકો બંધ રહેશે.
16 મે 2025 (શુક્રવાર)- સિક્કિમ સ્થાપના દિવસ નિમિત્તે સિક્કિમમાં બધી બેંકો બંધ રહેશે.
18 મે 2025 (રવિવાર)- સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
24 મે 2025 (શનિવાર)- મહિનાના ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે.
25 મે 2025 (રવિવાર) – સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
26 મે 2025 (સોમવાર) – કવિ કાઝી નજરુલ ઇસ્લામ જયંતિ નિમિત્તે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.
29 મે 2025 (ગુરુવાર) – મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે દેશના કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
બેંકોમાં રાજ્યો અનુસાર હોય છે રજા.
તમામ રાજ્યોમાં બેંકોની રજાઓ એકસરખી હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મુજબ, દરેક રાજ્યના તહેવારો અને સ્થાનિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ રજાઓની લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. સંપૂર્ણ રજાઓની યાદી જોવા માટે તમે RBIની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
બેંકની રજાના દિવસે ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે.
બેંકો બંધ હોવા છતાં ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે. નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, યૂપીઆઈ અને અન્ય ડિજિટલ પલેટફોર્મ દ્વારા તમે સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. રોકડની જરૂરિયાત હોય ત્યારે તમે નજીકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો અને તમારા બધા બેંકિંગ કામ સરળતાથી પૂરાં કરી શકો છો.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp