Accident: ખંભાળિયા-પોરબંદર હાઈવે ફરી રક્તરંજીત બન્યો છે. ખંભાળિયા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
અકસ્માતની મળતી માહિતી અનુ, દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ના ખંભાળિયા-પોરબંદર હાઈવે (Khambhaliya Porbandar Highway) પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભાણવાડ પાટિયા નજીક ટ્રક નીચે બાઈક આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદનો આ નજારો જોઈને લોકો હચમચી ગયા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.