Jamkandorana News : જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. જામકંડોરણાના નગરનાકા પાસે આવેલા રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
દબંગ નેતાની છાપ ધરાવતા અને છોટે સરદારથી લોકો સંબોધતા વિઠ્ઠલ રાદડિયા (Vithhal Radadiya)ના ભાઇ અને ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadiya)ના કાકા ગોપાલ રદડિયાનું નામ તોડફોડ કરવાની ઘટનામાં સામે આવ્યું છે. જામકંડોરણાના નગરનાકા પાસે આવેલા રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં ગોપાલ રદડિયા સહિત પાંચથી વધુ લોકએ તોડફોડ કરી હોવાનો પૂજારી પરિવારની મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે.
જામકંડોરણાના નગરનાકા પાસે આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા, સહિત અન્ય 5 થી 7 લોકોએ તોડફોડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન રામજી મંદિરમાં પૂજારી પરિવારના મહિલાઓ એકલા હતા એ દરમિયાન બીભત્સ ગાળો બોલી હતી. જે બાદ સમગ્ર મામલો જામકંડોરણા પોલીસ મથકે પહોંચ્યો હતો. આ વિવાશ અને તોડફોડ શા કારણે થઇ તેનું કારણ હજુ સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ રાદડિયા પણ વિવાદોમા રહ્યાં છે. કોંગ્રેસમાં હતા ત્યારે 2014માં કરજણના ટોલનાકા પર રાઇફલ કાઢી ધમાલ કરી હતી. આ અગાઉ જામકંડોરણામાં ગૌ શાળાના ડાયરા વખતે વૃદ્ધને લાતો મારતો વીડિયો વાયરલ થતા વિવાદોમાં સપડાયા હતા.