Jammu and Kashmir: પહલગામ હુમલામાં સામેલ આતંકી આસિફનું ઘર બોમ્બથી ઉડાવ્યું, આદિલના ઘર પર બુલડોઝર ફર્યું

Pahalgam Terror Attack Militant Aasif Sheikh And Aadil Hussain In Tral Blast In House Other Razed By Bulldozer

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામ (Pahalgam Terror Attack)માં 22મી એપ્રિલ, મંગળવરના રોજ થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકી આસિફના ઘરને શુક્રવારે સવારે વિસ્ફોટકોની મદદથી ઉડાવી દેવામાં આવ્યું છે. જ્યારે આદિલના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રાલમાં આસિફ શેખ અને અનંતનાગના બિજબેહરામાં આદિલ ઠોકરના ઘરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશન દરમિયાન આદિલના ઘરમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. સૈનિકો સલામતી માટે પાછળ હટી ગયા અને આ દરમિયાન વિસ્ફોટ થયો. આ બંને આતંકવાદીઓના નામ પહેલગામ હુમલા સાથે જોડાયેલા છે. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરનો એક ભાગ ચોક્કસપણે ઉડીને ખાખ થઈ ગયો હતો. બીજી તરફ ત્રાસમાં આસિફ શેખના ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે.

પાકિસ્તાનએ LoC પર ગોળીબાર કર્યો
પહલગામમાં આતંકી હુલાને પગલે ચાલી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે સવારે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) પરના કેટલાક વિસ્તારોમાં હળવા હથિયારોથી ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ તાત્કાલિક અને જોરદાર જવાબ આપ્યો.

ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટર
શુક્રવારે સવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર કુલનાર બાજીપોરા વિસ્તારમાં થયું હતું. સૈનિકો વિસ્તારમાં પહોંચતાની સાથે જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. લોકોને પોતાના ઘરોમાં રહેવા અને સુરક્ષા દળોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. છેલ્લા 2 દિવસમાં, બાંદીપોરામાં એન્કાઉન્ટર બાદ લગભગ 7 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલગામ પછી, જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top