Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના પગલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack)ને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બીજી તરફ પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી પણ પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર (Ceasefire) કર્યો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારતના કડક નિર્ણયોથી પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. પાકિસ્તાન સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. બીજી તરફ, ભારતીય સેનાએ પણ યુદ્ધ કવાયત કરી. ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી સરહદ પર હુમલો કર્યો હતો. આપણી સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.
આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું
પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ હુસૈન થોકરના અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા ઘરને સુરક્ષાદળોએ બોમ્બથી ઉડાવી દીધુ છે. આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાતા આ આતંકી પર પહલગામમાં બેસરન ઘાટીમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાની યોજના બનાવવાની અને તેને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકીઓની મદદ કરવાનો આરોપ છે. આ હુમલામાં સામેલ બીજા સ્થાનિક આતંકી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘરને જમ્મુ કાશ્મીર પ્રશાસને બુલડોઝરથી તોડી પાડ્યું.