Ahmedabad યુપી-બિહારના રસ્તે, લુખ્ખાઓએ જુહાપુરાને બાનમાં લીધુ, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, જુઓ વીડિયો

ahmedabad juhapur anti element attacked with knives and sticks
  • Ahmedabadમાં અસામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો ડર

  • અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!

  • જુહાપુરામાં લુખ્ખાતત્વોએ ધોળા દિવસે મારામારી કરી

  • છરી અને લાકડીઓ સાથે એકબીજા પર કર્યો હુમલો

Ahmedabad News | અમદાવાદ પણ યુપી-બિહારના નકશેકદમ પર ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ખુલ્લે આમ ફાયરિંગ અને મારામારીના કિસ્સ વધતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદમાં છેલ્લા આઠ દિવસમાં મારમારીની ત્રીજી ઘટના બની છે.

‘ચમરબંધી’ને છોડીશું નહીં’ તેવા દાવા કરનાર પોલીસની પોલ ફરી ગુંડાતત્વોએ ખોલી નાખી છે. અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જુહાપુરામાં છરી અને લાકડીઓ સાથે આંતક મચાવતો તત્વોનો વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જુહાપુરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.

છરી અને લાકડીઓ સાથે આંતક મચાવતા કેટલાક તત્વોએ જુહાપુરા વિસ્તારને બાનમાં લીધો હતો. અંગત અદાવતને લઈ હથિયારો સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો આવ્યો હતો. જેના પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : Ahmedabad | રખિયાલમાં બાઇક ઉપર અપહણ કરીને યુવકને માર મારતા લઇ ગયા, CCTV ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો : Ahmedabad | રખિયાલમાં તલવાર સાથે આંતક મચાવનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ પણ વાંચો : Ahmedabad | ગુંડા તત્વો પર 100 કલાકની કામગીરી પાણીમાં, અમદાવાદમાં લુખ્ખા તત્વોએ તલવાર લઇ આતંક મચાવ્યો


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

 

Scroll to Top