Water Crisis in Narmada: એકબાજુ ઉનાળાની કાળઝાળ ગરમી,માથે બપોરનો તપતો સુરજ અને મહિલાઓ માથે બેડા લઈ પાણી ભરવા માટે મજબૂર બની. આ શબ્દો વાપરવા પડે છે ગુજરાત(Gujarat)ની જીવાદોરી ગણાતી મા નર્મદા(Narmada River)ના કિનારે વસતા હાફેશ્વર ગામ માટે. નર્મદાનું ગુજરાતની ભૂમિ પરનું પ્રવેશદ્વાર એટલે હાફેશ્વર(Hafeshwar),છતાં પણ હાફેશ્વરના ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે.
છેક કચ્છ(Kachchh)થી લઈ સૌરાષ્ટ્ર(Saurashtra) અને આખા ગુજરાતને સમૃદ્ધ કરનાર મા નર્મદાનું પાણી પહોંચે છે. ત્યારે નર્મદા નદી હાફેશ્વરથી અડીને જ જાય છે પરંતુ હાફેશ્વર ગામના લોકોને જ પાણી નથી મળતું. પાણી માટે તેમને બે કિલોમીટર સુધી જવું પડે છે.નર્મદાની કાંઠે વસતું હાફેશ્વર ગામ હજુ નલ સે જલ યોજનાની રાહે જ છે. અહીંયા નળ તો દૂર પાઇપલાઈન પણ પૂરી કરવામાં આવી નથી.હાફેશ્વરના 12 ફળિયા છે, જેમાંથી માત્ર 2 ફળિયામાં પાણી આવે છે.
લગ્નપ્રસંગને માણવાને બદલે ગામ આખા એ પાણીની વ્યવસ્થા કરી.
એટલું જ નહીં પણ 20 એપ્રિલે ગામમાં એક દીકરીના લગ્ન હતા.ત્યારે દીકરી સહિત પરિવારના સભ્યો ઘરની સજાવટ તેમજ અન્ય તૈયારીઓમાં વ્યસ્ત હતા.પરંતુ તમામ સભ્યો તેમજ સગાવહાલાને પીવાના પાણીનો પ્રશ્ન હોવાથી બહાર ગામથી આવેલા સગા તેમજ પરિવારના સભ્યો ગામમાંથી એકબીજાના ઘરેથી પીપળા લાવીને ડુંગર નીચે કોતરમાંથી પીવાનું પાણી ભરી લાવતા નજરે પડ્યા હતા.આવા સમયે ગામની મહિલાઓએ ધોમધખતા તાપમાં માથે બેડા મૂકી પાણીની વ્યવસ્થા કરી હતી.