IPS Officer’s : સાવરકુંડલા સાવરકુંડલાના એએસપી વલય વૈદ્યની અમરેલીમાં આવેલી વિવિધ ગાર્ડ પોઈન્ટસનુ ચેકિંગ કરીને ફરજ પર હાજર નહીં રહેલા 14 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચ્યો હતો. તો બીજી તરફ પોલીસ કર્મચારીઓની સસ્પેન્શનની કામગીરી ખોટી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. થોડા દિવસો પહેલા પણ અમરેલીમાં ફરજ પર હાજર નહીં રહેનારા 6 જેટલા વધુ પોલીસકર્મનિ ઠપકો આપીને જવા દેવામાં આવ્યાં હતા. ત્યારે હવે 14 પોલીસ કર્મીઓને ખુલાસાઓ પૂછયા વગર સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવતા આઈપીએસ ઓફિસર એએસપી વલય વૈદ્યની બેધારી નીતિ સામે રોષ ફેલાયો છે.
Amreli : સાવરકુંડલા ASPની બેવડી નીતિઃ અમૂકને ‘ઠપકો’, અમૂક સસ્પેન્ડ !
