Emergency 108 | દેવદૂત સમાન રાજ્યમાં ચાલતી વિનામૂલ્યે 108ની સેવા,રાજ્યોના નાગરિકોના જીવ બચાવવા અડીખમ

Free 108 service running in the angel-like state, steadfast in saving the lives of the citizens of the states

Emergency service 108: ગુજરાત(Gujarat)માં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી “108 ઈમરજન્સી સેવાની”  સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી(Narendra Modi) દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઈમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો,જિલ્લા,તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઈમરજન્સી સેવા વિનામૂલ્યે સેવા આપી રહી છે,જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદરૂપ બની છે.

રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે 108 ઈમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી માર્ચ-2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 175 કરોડથી વધુ ઈમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે.આ ઉપરાંત 108 દ્વારા 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 1969 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યો છે.આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં 93,450 જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 56,715 એમ કુલ 1.50 લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

રાજ્યમાં 108 ઈમરજન્સી સેવા ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.જે અંતર્ગત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ 2024 સુધીમાં 123 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે.તેવી જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 15.84 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 3.17 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ ૨૦૨૪ સુધીમાં કુલ 51.26 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.આ ઉપરાંત વર્ષ 2018માં શરૂ કરાયેલી 18 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 753 જેટલા નાગરિકોનો આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે.હાલમાં ગુજરાતમાં બે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.

રાજ્યના 7 જિલ્લાઓમાં વર્ષ 2019થી કાર્યરત 112 ઈમરજન્સી સેવા અંતર્ગત 148 કરોડથી વધુ ઈમરજન્સી કોલ જેમાં પોલીસ,ફાયર,મેડીકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત છે, જેમાં 79 લાખથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે.તેમ ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસની અખબારી યાદીમાં જણાવ્યું છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top