Adani Cement : અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ, કર્મચારીઓને નોટિસ મોકલી

employee protest against adani cement in abdasa kutch
  • અબડાસામાં Adani Cement સામે કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન

  • વિરોધ પ્રદર્શન બાદ અદાણી કર્મચારીઓને કંપની દ્વારા નોટિસ ફટકારવામાં આવી

  • તડકામાં વિરોધ કરી રહેલા કર્મચારીના તંબુઓ ઉખેડ્યાં

Adani Cement | કચ્છના અબડાસામાં આવેલી અદાણી સંચાલિત સાંઘી સિમેન્ટ એકમમાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સાંધી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sanghi Cement Limited) નાં કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેનાં નિર્ણયનો વિરોધ કરાયો હતો. તેમજ અદાણી સિમેન્ટ (Adani Cement)દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અદાણી સિમેન્ટએ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ પણ કર્મચારીઓ દ્વારા કર્યો છે. કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કર્મચારીઓને પરત કાયમી કર્મચારી તરીકે લેવામાં આવે.

અબડાસામાં અદાણી સિમેન્ટ સામે કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ અદાણી કર્મચારીઓને કંપની દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તફ અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ સામે માનવતા નેવે મુકી તડકામાં મંડપ લગાવીને વિરોધ કરતા કર્મચારીઓને હટાવ્યા છે. પોતાની હદ હોવાનો દાવો કરીને કર્મચારીઓને હટાવ્યા છે. પોલીસને સાથે રાખીને કર્મચારીઓને મંડપમાંથી હટાવ્યા છે.

અમારૂ શોષણ કરવામાં આવે છે
આ બાબતે કર્મચારી ભગીરથ વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમે બધા સાંઘીમાં કાયમી કર્મચારીઓ તરીકે કામ કરીએ છીએ. જ્યારથી અદાણી સિમેન્ટ દ્વારા સાંઘી સિમેન્ટ હસ્તકગત કરી છે. ત્યારથી અમારૂં શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા અમારા જે કાયમી કર્મચારીઓ છે. તેમજ કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ અમને બધાને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ અમને થર્ડ પાર્ટીમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે.

ભલે મને જેલમાં નાંખે, પણ અવાજ તો ઉઠાવીશ
કર્મચારીઓના વિરોધે પગલે અબડાસા ભાજપ તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં મહાવીરસિંહે જણાવ્યું છે કે હું તમામ કર્મચારીઓ સાથે છું, અન્યાયની લડતમાં હું સાથે જ છું. જરૂર પડશે તો ઉગ્ર લડત કરીશ, ભલે મને જેલમાં નાંખે. હું ભાજપમાં છું પણ અન્યાય સામે બોલીશ. કાયમી કર્મચારીઓને અન્યાય ગેરવ્યાજબી છે. ઘર ખાલી કરાવવાની વાત પણ ગેરવ્યાજબી છે. રાજકારણ આજે છે અને કાલે નથી.

લેખિતમાં બાંહેધરી આપવાની માંગ
કંપની દ્વારા અદાણીનાં કર્મચારીઓને સમજાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. કર્મચારીઓ પોતાની વ્યથા વર્ણવતા રડી પડ્યા હતા. અદાણીએ કર્મચારીઓને થર્ડ પાર્ટીમાં સમાવેશ કરીને અન્યાય કરાયો છે. અદાણીએ અન્યાય કર્યો છે. અમારા પરિવારનું કોણ. કર્મચારીઓ દ્વારા લેખિતમાં બાંહેધરી આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ બેભાન થયેલા એક કર્મચારીની હાલત ગંભીર છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top