માવજી પટેલનો મોટો ધડાકો, હું ફોર્મ પરત નહીં ખેંચુ

 

વાવ બેઠક પર બંન્ને પક્ષોએ જીતવા તનતોડ મહેનત ચાલુ કરી દિધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતા કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો ખેલ અપક્ષ બગાડી શકે છે. અપક્ષમાં જામાભાઈ ચૌધરી, માવજી પટેલ, અને ગેનીબેનના કુંટબી કાકાએ અપક્ષમાં ફોર્મ ભર્યા છે. ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે NewsRommGujrati સાથે ખાસ વાત કરી.

ત્યારે વાવનો જંગ કોણ જીતે તે તો આવનારો સમય જાણે.

માવજી પટેલે NewsRommGujratiને શું કહ્યું

માવજી પટેલે NewsRommGujrati સાથે વાત કરતા કહ્યું કે, હું ફોર્મ પાછુ ખેંચવાનો નથી હું વાવની જનતા માટે કામ કરવા માંગુ છું. મે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરીયું છે. જનતા નારાજ થાય એવું કામ નહીં કરૂ. 99 ટકા લોકો કહે છે કે, ફોર્મ પાછું ખેંચવાનું નથી. જ્યારે 1 ટકા લોકો કહે છે કે, ઉંમર થઈ ગઈ છે હવે અપક્ષ ચૂંટણીના લડો. પ્રજા માટે કામ કરતો રહ્યો છું. ગરીબ, શોષિત, નબળા વર્ગના લોકો માટે કામ કરવાનું છે.

હું ફોર્મ પરત નહીં ખેંચુ.
મારા ફોર્મથી ભાજપને કોઈ ફરક પડતો નથી કારણ કે, 162થી 163 થશે. ભાજપના ધારાસભ્ય કોઈનું સાંભળતા નથી. તથા કોઈનું કામ પણ કરતા નથી. 162 ધારાસભ્ય શું કરી રહ્યા છે તે સમગ્ર ગુજરાતની પ્રજા જોઈ રહી છે. જનતા દળે, કોંગ્રેસે, ભાજપે પણ ટીકિટ આપેલી છે. પરંતુ હું અપક્ષ જ ચૂંટણી લડીશ. હું ફોર્મ પરત નહીં ખેંચુ.

 

 

Scroll to Top