Letter Kand | અમરેલી બાદ ભાજપમાં વધુ એક લેટર કાંડ, MLA મહેન્દ્ર પાડેલીયા પર ઉઘરાણા કરવાનો આરોપ

Politics corruption allegations against bjp mla mahendra padaliya viral letter kand
  • ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ (Ketter Kand) થતા ચકચાર

  • પક્ષના જ કોઈ નેતાનું કારસ્તાન હોવાની શંકા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એસ.પી.ને પત્ર મોકલીને તપાસ કરવા રજૂઆત કરી

  • સુધરાઈની ચૂંટણીમાં ટિકિટનો અસંતોષ પત્રથી પ્રગટ થયાની શક્યતા, પત્ર લખનાર તરીકે ભાજપ- સંઘના કાર્યકર્તા દર્શાવ્યું

Gujarat Politics | ગુજરાત બીજેપી (Gujarat BJP)ના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. અમરેલી બાદ ભાજપમાં વધુ એક લેટર કાંડ (Letter Kand) સામે આવ્યો છે. થોડા સમય પહેલા અમરેલી ધારાસભ્ય (Amreli MLA) કૌશિક વેકરીયા (kaushik vekariya)અંગે લેટર વાયરલ (viral letter) થયો હતો. જેના કારણે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. હવે ઉપલેટાના ધારાસભ્ય (Upleta MLA) દ્વારા ઉઘરાણા કરતા હોવાનો લેટર વાયરલ થતા હડકંપ મચ્યો છે. લેટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભ્રષ્ટાચારે માજા મૂકી હોઈ કાર્યકરોને બચાવવા માંગણી.

રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે અસંતોષને પત્રો વાયરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા (Mahendra Padaliya) ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ભારે જૂથવાદ સપાટી પર આવ્યો છે. આ અંગે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવાની માંગણી કરતી રજૂઆત કરી છે.

ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ (Letter Kand) થતા અનેક રાજકારણ ગરમાયું છે. ધોરાજી – ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાના મળતીયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનોને આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ।.બે-ત્રણ હજાર ઉઘરાવે છે. પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે. નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર ‘લી.

ભાજપ અને સંઘની કાર્યકર્તા તેવા નામથી વાયરલ કરી તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે. આ અંગે ધારાસભ્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે આ પત્રની કોપી મારી પાસે આવી છે, અમારા પક્ષના કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે આ શખ્સ વિરુધ્ધ પગલા લેવા મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top