Heat Stroke During Summer: ઉનાળામાં કાળઝાળ ગરમીને કારણે હીટ સ્ટ્રોકનું જોખમ ખુબ વધી જાય છે. વધતા તાપમાને કારણે હીટસ્ટ્રોક (Heatstroke)થી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
– માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
– શરીરનું તાપમાન વધી જવું
– ખૂબ તરસ લાગવી
– શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
– વધુ તાવ આવવો
– ગરમ અને સૂકી ત્વચા
– નાડીના ધબકારા વધવા
– ઉલ્ટી થવી, ઉબકા આવવા
– ચકકર આવવા, આંખે અંધારા આવવા
– બેભાન થઈ જવું
– સૂધબૂધ ગુમાવી દેવી
– અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી
ઉનાળા(Summer)માં લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
– પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
– વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
– ભરબપોરે કામ પર જતાં સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો
– ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
– ઉપવાસ કરવાનું ટાળવું.
– મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
– ઘર, ઑફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
– સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
– હિટવેવ(Heatwave) દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું.
– બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા.
– બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો.
– હિટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
– બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
– બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતાં બરફનો ઉપયોગ પણ ટાળવો.
– લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહીં.
– ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે,તેથી તેનું સેવન ટાળવું.
– ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી,જે ઘરનું તાપમાન ઘટાડશે.
Rajkotમાં છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને Food Poisoningની અસર ,એક બાળક ICUમાં સારવાર હેઠળ