Gold Price : સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક 98,080 એ પહોંચ્યો

Gold Price Today : દેશમાં 24 કલાક પહેલા સોનાનો ભાવ લગભગ 96 હજારની આસપાસ હતો. જોકે આજે વહેલી સવારે બજાર ખુલ્યું ત્યારે આ ભાવ 97 હજારે પહોંચ્યો અને ત્યારબાદ અચાનક એક શોર્ટ લાગી અને ભાવ થયો 98 હજારને પાર…. જાણો ગઈકાલની સરખામણીમાં આજે અમદાવાદમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે.

અમદાવાદમાં સોનાના ભાવમાં કેટલો
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹98,080 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ ₹88,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹96,220 પ્રતિ 10 ગ્રામ હતો.

સોનાના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી દેશે
સોનાના ભાવે હાલ તેની ઐતિહાસિક સપાટી વટાવી છે. જ્યા સોનાનો ભાવ ₹1,00,000 સુધી પહોંચ્યો છે. જે ભાવ વધવાના કારણે બજારમાં ખરીદી ઘટતા વેપારીઓ પર અસર સર્જાઈ છે. તો લોકોએ પણ ભાવ વધતા ખરીદી કરવાનું ઓછું કર્યું છ. સોનાના ભાવમાં ફરી મોટો વધારો થયો છે. 18 એપ્રિલે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2000 રૂપિયાની આસપાસનો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધારા સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરશે.

દેશમાં સોનાનો સૌથી વધુ ભાવ ક્યાં
અમદાવાદ શહેરમાં સોનાનો ભાવ 98,080 એ 18 એપ્રિલના રોજ બજાર ખુલતા જ જોવા મળ્યો હતો. જોકે દેશમાં સૌથી વધુ સોનાની કિંમત બેંગલોરમાં 98,145 રૂપિયા 10 ગ્રામનો ભાવ છે. જોકે હાલમાં દેશમાં અનેક રાજ્યો અને શહેરોમાં સોનાનો ભાવ 97 હજાર છે. જોકે આગામી 5થી 7 દિવસમાં લગભગ આ ભાવ 1 લાખને પાર કરી જશે.

Scroll to Top