Stock Market Holiday : દેશભરમાં હાલ શેર બજાર પર તમામ લોકો નજર રાખીને બેઠા છે કેમકે ગમે ત્યારે બજાર ગરમ થાય અને ગમે ત્યારે બજાર ઠંડુ પડે કેમકે અમેરિકાની ટેરિફ વોર હજુ પણ શાંત નથી થઈ. જોકે બીજી તરફ ભારતીય શેર બજાર BSE અને NSE એ આગામી 3 દિવસ સુધી બંધ રહેશે એટલે કે શેર માર્કેટમાં 3 દિવસનું મીની વેકેશન પડી રહ્યું છે. એટલે કે 17 એપ્રિલના રોજ બંધ થયેલું બજાર સીધું હવે 21મી એપ્રિલના રોજ ખુલવાનું છે.
કેમ એક સાથે 3 દિવસની શેર બજારમાં રજા પડશે
ભારતીય શેર બજારમાં જયારે જયારે લાંબા સમય સુધી માર્કેટ બંધ થાય એટલે ચર્ચાનો વિષય બને કે કારણ શું છે. ત્યારે આવતીકાલે માર્કેટ બંધ રહેવાનું કારણ એ છે કે 18 એપ્રિલના રોજ શુક્રવારે ગુડ ફ્રાઈડે હોવાને કારણે શેર માર્કેટ બંધ રહેશે. જોકે ત્યારબાદ શનિવારે અને રવિવારે સાપ્તાહિક રજા હોવાના કારણે BSE અને NSE બને બંધ રહેવાનું છે. જોકે આ રજાઓ બાદ હવે શેર માર્કેટમાં ટ્રેડિંગ સીધું 21 એપ્રિલના રોજ સવારથી માર્કેટ ખુલતા જ શરુ થશે. આ દરમિયાન NSE અને BSEમાં ઈક્વિટી, ડેરિવેટિવ્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ (SLB) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ કે સેટલમેન્ટ થશે નહીં.
આગળ ક્યારે-ક્યારે શેરબજાર બંધ રહેશે
– મહારાષ્ટ્ર દિવસ – 1 મે, 2025 – ગુરુવાર
– સ્વતંત્રતા દિવસ – 15 ઓગસ્ટ, 2025 – શુક્રવાર
– ગણેશ ચતુર્થી – 27 ઓગસ્ટ, 2025 – બુધવાર
– મહાત્મા ગાંધી જયંતી/દશેરા – 2 ઑક્ટોબર, 2025 – ગુરુવાર
– દિવાળી અને લક્ષ્મી પૂજન – 21 ઑક્ટોબર, 2025 – મંગળવાર
– નૂતનવર્ષ – 22 ઑક્ટોબર, 2025 – બુધવાર
– પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુ નાનકદેવ – 5 નવેમ્બર, 2025 – બુધવાર
– ક્રિસમસ – 25 ડિસેમ્બર, 2025 – ગુરુવાર