Ahmedabad | રખિયાલમાં બાઇક ઉપર અપહણ કરીને યુવકને માર મારતા લઇ ગયા, CCTV ફૂટેજ આવ્યા સામે

ahmedabad cctv footage of Kidnapping of a youth in rakhial

⇒ Ahmedabadમાં પોલીસની ધાક ઓસરી, પોલીસ નિષ્ક્રિય થતાં ગુનેગારો સક્રિય

⇒ અમનચોક પાસે જાહેરમાં ચાર શખ્સો યુવકને ઢોર માર મારી બાઇક પર મારતા મારતા ઉપાડી ગયા

Ahmedabad News | અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. રખિયાલ (Rakhiyal)વિસ્તારમાં જાહેરમાં અપહરણ (Kidnapping)ની ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ એક યુવકને ચપ્પુ અને બેઝબોલનો દંડો બતાવી ધમકી આપી અને તેનું બળજબરીથી અપહરણ કર્યું હતું. અમન ચોકના ખુલ્લા મેદાનમાંથી ફરિયાદીને એક્ટિવા પર બેસાડી મોરારજી ચોક તરફ લઈ જવાયો હતો. ત્યાં યુવકને ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રખિયાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને ધરપકડ કરી છે.

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડરના હોય તેમ જાહેરમાં ખુલ્લી તલવારો સાથે આતંક મચાવવાના બનાવો સામાન્ય બની ગયા છે. 16મી એપ્રિલ, બુધવારના રોજ સાંજે 6 વાગ્યે રખિયાલ વિસ્તારમાં આવેલા અમનચોક ખાતે એક યુવકને જાહેરમાં બેઝબોલના દંડા અને ચપ્પુ દ્વારા ઢોર માર મારીને ચાર શખ્સો બાઇક બેસાડીને મારતા મારતા લઇ ગયા હતા. આ બનાવનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત રખિયાલ પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બાપુનગર ખાતે રહેતા યુવક સાથે ગઇકાલે રાતે તકરાર થઇ હતી અને રખિયાલ અમન ચોક ખાતે જાહેરમાં યુવકને માર મારીને બાઇક ઉપર બેસાડયા બાદ પણ ચાલું બાઇકે મારતા મારતા લઇ જતા હોવાના દ્વશ્યો વિડિયોમાં નજરે પડી રહ્યા છે. આ બનાવના પગલે રખિયાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ત્રણ શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અપહરણ કરાયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો

⇒ Ahmedabad | ગુંડા તત્વો પર 100 કલાકની કામગીરી પાણીમાં, અમદાવાદમાં લુખ્ખા તત્વોએ તલવાર લઇ આતંક મચાવ્યો 

⇒ Ahmedabad | રખિયાલમાં તલવાર સાથે આંતક મચાવનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top