Vadodaraના પાદરામાં દાદાનું બુલડોઝર ફર્યું
NDPSના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીના ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી
Vadodara News | વડોદરા (Vadodara)ના પાદરા (Padra) તાલુકામાં વડું ખાતે NDPSના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી (JCB), અધિકારીઓ અને પોલીસ સહિત 25 કર્મચારીઓ તૈનાત સાથે કામ કરી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદના વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને DGPએ તમામ જિલ્લા પોલીસવડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. ત્યારે વડોદરા પોલીસ દ્વારા યાદી તૈયાર કર્યા બાદ જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યાં હોય એની તપાસ કરી એના પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇને વડોદરા પોલીસ અને પાલિકા દ્વારા એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ અને અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખના પાદરા તાલુકાના વડુંમાં આવેલા ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવ્યા હતા. મનપાની ટીમે 50,000ની કિંમતની 10*10 ફૂટની જગ્યાં પર કરેલા દબાણ દૂર કરી ખાલી કરાવી હતી.
ગુનેગારોની ટૂંકી વિગત
નામઃ સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ
રહે.: વડું નવીનગરી તા.પાદરા જી.વડોદરા
ગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ :-6
ગોત્રી (Gotri) :- 1
ગોરવા (Gorva) :-1
એસોજી બરોડા (Sog baroda) :-1
પાણી ગેટ (Paniget) :- 1
પાદરા (Padra) :- 1
વડોદરા શહેર (Vadodara city) :- 1
ક્ષેત્રફળમાં દબાણ :- આશરે 150 થી 170 ફૂટ જગ્યા
અંદાજે બજાર કિંમત :- આશરે 5 લાખ
નામઃ અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ
રહે. : વડું તા.પાદરા જી.વડોદરા
ગુનાઓ :- ndpsના કુલ ગુનાઓ 3
બાપોદ (Bapod) :-1
વડું (Vadu) :- 1
વાઘોડિયા (Vaghodiya) :- 1