Rajkot સિટી બસ અકસ્માતની ઘટનામાં મોટું અપડેટ
FSL રિપોર્ટ મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું
અકસ્માત (Accident)ની ઘટનામાં બસ એજન્સીને માત્ર 2,674 રૂપિયાનો દંડ ફટકારાયો છે
Rajkot News | બુધવારે સવારે રાજકોટ (Rajkot) શહેરમાં એક બેદરકાર સિટી બસના ડ્રાઇવરે અકસ્માત (Accident) સર્જ્યો હતો. ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા 4 નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. FSL રિપોર્ટ (Forensic Report) મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અકસ્માત (Accident)ની ઘટનામાં બસ એજન્સીને માત્ર 2,674 રૂપિયાનો દંડ ફટકારાયો છે.
રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસના ચાલક દ્વારા બુધવારે સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી યુનિવર્સીટી તરફ જતી સિટી બસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે કૂલ ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. FSL રિપોર્ટ (Forensic Report) મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અકસ્માત (Accident)ની ઘટનામાં બસ એજન્સીને માત્ર 2,674 રૂપિયાનો દંડ ફટકારાયો છે. બેફામ સિટી બસચાલકે 4 નિર્દોષોનો લીધો છે જીવ અને મનપા-કંપની વચ્ચે થયેલી કોન્ટ્રાક્ટ મુજબ દંડ કરવામાં આવ્યો છે, મનપા કંપનીને પ્રતિ કિમી દીઠ રૂ. 53.48 લેખે કરોડોનું ચુકવણું થયું છે અને અકસ્માતમાં કંપનીને 50 કિમી ટ્રીપના દંડની જોગવાઈ છે.
કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI કંપની પાસે
સંચાલન માટે વિશ્વકર્મા, નારાયણ નામની બે એજન્સીને કોન્ટ્રાક અપાયો છે, મનપાના પૂર્વ આસિ.ઇજનેર જસ્મિન રાઠોડ આ કોન્ટ્રાક સંભાળે છે અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ સંચાલન કરે છે. કોન્ટ્રાકટર વિક્રમ ડાંગર ભાજપ સાથે સંકળાયેલ છે અને વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાય રહ્યો છે તે પણ સૌથી મોટો સવાલ ઉદભવી રહ્યો છે કારણ કે સીટી બસના ચાલક તેમજ કંડક્ટરોની અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે છતાં પણ એક જ એજન્સીને અપાતું કામ શંકા ઉપજાવી રહ્યું છે.
પોલીસે પથ્થરમારાને લઈ નોંધ્યો ગુનો
રાજકોટ સિટી બસ પર થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસે અજાણ્યા 15થી 20ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો જેમાં સિટી બસમાં તોડફોડ અને ડ્રાઈવરને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, રાયોટિંગ કલમ હેઠળ ગુનો નોંધાયો છે, પોલીસે ત્રણ જેટલા શકમંદોને ઝડપી પાડયા છે.
રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં મોટો ખુલાસો
આ સમગ્ર કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે, બસ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું લાયસન્સ એકસ્પાયર્ડ હતુ અને તે બસ હંકારી રહ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્યવધ તેમજ 125(એ), 125(બી), 281, 324(4) તેમજ મોટર વેહિકલ એક્ટની કલમ 5, 177, 181, અને 184 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો મનપા દ્વારા તપાસના નાટક કરી સહાય જાહેર કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટ એજન્સી સામે મનપાની કોઈ કાર્યવાહી નહીં અને ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો છે.
બસમાં કોઈ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
રાજકોટ શહેર ડીસીપી ઝોન- 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પોલીસ દ્વારા FSL તેમજ RTOની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં એક્સપાયર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. બ્રેથ એનલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે.