Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ થોડા દિવસ પહેલા ગુજરાતમાં બે દિવસીય અધિવેશનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જોકે કોંગ્રેસના બે દિવસના અધિવેશન બાદ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં જોમ અને જુસ્સો આવ્યો અને કાર્યકરો ફરી વખત રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરવા લાગ્યા છે. જોકે હવે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન પાયામાંથી મજબૂત કરવા માટેની કામગીરી રાહુલ ગાંધીએ હાથ ધરી છે. જોકે કોંગ્રેસ 2027માં ગુજરાતમાં સરકાર બનાવે છે આ નિવેદન રાહુલ ગાંધીએ લોકસભામાં આપ્યું અને ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે આ નેતા ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારમાં મંત્રી બનશે.
કોંગ્રેસ જીતે તો કોણ બનશે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારમાં મંત્રી
અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસના 1200 કાર્યકરો સાથેના સંવાદમાં રાહુલ ગાંધીએ અનેક સવાલોના જવાબો આપ્યા. સાથે આ સંવાદ સાંભળતા કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. જોકે રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી અને સરકાર બને તો મંત્રી કોને બનાવવા તેને લઈને પણ મૌન તોડીને જવાબ આપ્યો અને આ જવાબ સાંભળતાની સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓની ઊંઘ પણ હરામ થઇ ચુકી છે. કેમકે હવે વર્ક રિપોર્ટના આધારે કોંગ્રેસ નેતાઓને સ્થાન આપશે જેથી સમય આધારે કોની બાદબાકી અને કોના શિરે તાજ એ તો મહેનત અને પરિશ્રમ જ નક્કી કરી શકે છે.
રાહુલ ગાંધીએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે નેતાઓને આપેલી સ્પષ્ટ સૂચના
1 . તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપાશે.
2 . યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ પ્રમોશન મળશે.
3 . યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને હોદ્દા નહીં મળે.
4 . માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને ટિકિટ નહીં મળે.
5 . લોકોની વચ્ચે રહેનાર કાર્યકર કે નેતાઓને જ ઉમેદવાર બનાવાશે.
6 . સારી કામગીરી કરનાર જિલ્લા પ્રમુખને સરકાર બને મંત્રી પણ બનાવાશે.
મોટા અને આરામ કરનાર નેતાઓને રાહુલ ગાંધી તરફથી રાહત
રાહુલ ગાંધી એક અઠવાડિયામાં બીજી વખત બે દિવસીય મુલાકાત દરમિયાન અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર સાથેની બેઠકમાં સ્ટેજ ઉપર માત્ર 3 નેતાઓ હાજર હતા અને બાકી તમામ નેતાઓ સામે એક હારોળ અને એક સમાન બેઠા હતા અને ત્યાંથી જ સંદેશો આપ્યો કે હવે કોંગ્રેસના દરેક કાર્યકર્તા એક સરખા છે. જે આરામ કરે છે અને હોદ્દા ભોગવે છે તેને હવે માત્ર આરામ જ કરાવવાનો છે. જયારે જરૂર પડશે ત્યારે એ લગ્નના ઘોડાને નચાવીશું પણ ખરા આ પ્રકારના ટોણા સાથે રાહુલ ગાંધી ગુજરાતમાં કેટલાક સિનિયર નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે કે કામ કરશો તો જ હોદ્દો અને માન સન્માન મળશે બાકી કઈ મળશે નહિ.
——————————————————————————————————————————————————————————————————————————–
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp