Gujarat : કોળી ઠાકોર સમાજના નવા પક્ષની રણનીતિ અને એજન્ડા !

Gandhinagar : ગુજરાતમાં જ્યારે જ્યારે ચુંટણી આવે ત્યારે નવા રાજકીય પક્ષની એન્ટ્રી થાય છે. જોકે ક્યારકે તો આંદોલનનો માહોલ હોય અને સરકાર સામે આક્રમકથી લડાઈ ચાલુ હોય ત્યારે કોઈ નવો રાજકીય પક્ષ આવે છે. જોકે હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં ચૂંટણીઓ આવી જશે જેને લઈને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી હોય એવું લાગે છે.

કોળી સમાજના નવા પક્ષનું ગઠન કોણ કરશે
સોંરાષ્ટ્રમા થોડા દિવસ અગાઉ એક જાહેર કાર્યક્રમમાં ઋષીભારતી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે કોળી સમાજનો એક રાજકીય પક્ષ હોવો જોઈએ જેથી આ વાત ને સમર્થન પણ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે આપ્યું હતું. જોકે થોડા સમય અગાઉ વિંછીયા ખાતે કોળી ઠાકોર એકતા મિશન દ્વારા એક સંમેલન બોલાવાયુ હતું. જોકે હવે આ ઘટના બાદ રાજકીય પક્ષ અંગે ચર્ચાઓ ચાલુ થઇ છે કે જયેશ ઠાકોર અને કોળી ઠાકોર સમાજની નવી ટિમ દ્વારા ગામેગામ જય અને એક ટિમ તૈયાર કરી રહ્યું છે. જોકે આ ટિમ તૈયાર થયા બાદ જિલ્લા અને રાજ્યના સંગઠન જાહેરાત કરવામાં આવશે.

દોઢ માસમાં નવા પ્રમુખ અને સંગઠનની જાહેરાત
કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષ મામલે આગામી દોઢ મહિનામાં પ્રદેશ પ્રમુખ અને જિલ્લા સહીત તાલુકા લેવલે પણ રાજકીય પાર્ટીના સંગઠન માટેની કામગીરી કરવામાં આવશે. જેને લઈને કોળી સમાજના અલગ અલગ સંગઠનો સાથે મળીને કામગીરી કરશે. જોકે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે નવા રાજકીય પક્ષની જાહેરાત આગામી દોઢ મહિનામાં નામ અને પ્રમુખનું પણ નામ જાહેર કરવામાં આવશે.

કોળી ઠાકોર સમાજ ક્યાં અને ક્યારે કરશે સંમેલન
ગુજરાતમાં હાલ તો 3 રાજકીય પક્ષ છે જેમાં વધુ માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવ્યા અને હવે કોળી ઠાકોર સમાજ એક પક્ષ લઈને આવી રહયું છે ત્યારે આ પક્ષનું નામ અને પ્રદેશ પ્રમુખ ના નામની જાહેરાત પણ થશે. જોકે આ જાહેરાત અમદાવાદ રાજકોટ હાઇવે અથવા તો અમદાવાદ ભાવનગર હાઈવે પર કોઈ ખુલ્લી જગ્યાએ કરવામાં આવશે કે જ્યાં 11 લાખ લોકો એકત્રિત કરવાનો લક્ષ્ય કોળી ઠાકોર સમાજે નક્કી કર્યો છે.

Scroll to Top