Ahmedabadના તપોવન સર્કલ પાસે કાર ચાલકે યુવતીને અડફેટે લેતા મોત
જુહાપુરામાં કાર ચાલકે છ વાહનને અડફેટે લીધા, ટેક્સી ચાલકનું મોત
Accident in Ahmedabad | અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ 3 અકસ્માત થયા છે. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. તપોવન સર્કલ અને વાસણા વિસ્તારમાં સર્જાયેલા અક્સમાતમાં એક-એક વ્યક્તિના મોત નિપજ્યાં છે.
અમદાવાદ શહેરમાં બેફામ બનેલા વાહન ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ત્યારે તપોવન સર્કલ પાસે પુરપાટ ઝડપે જતી કારે ટુવ્હીલરને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
શહેરમાં ફરી એકવાર રફ્તારના રાક્ષસે એકનો ભોગ લીધો છે. તપોવન સર્કલ પાસે યુવકે અકસ્માત સર્જયો છે. પુરપાટ ઝડપે જતી કારે ટુવ્હીલર લઈને જતી યુવતીને ટક્કર મારતા મોત થયું છે, અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મોહીત ગુપ્તા નામના યુવકે અકસ્માતસર્જ્યો હતો અકસ્માત અને અકસ્માતમાં 25 વર્ષીય હિના પંચાલનું મોત થયુ છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે.
અમદાવાદમાં નબીરાએ અકસ્માત સર્જ્યો
ગોતા વિસ્તારમાં BMW કાર ચાલકે અન્ય કારને ધડાકાભેર ટક્કર મારી હતી. કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હોવાનું અનુમાન છે, પૂરઝડપે આવતી કાર દુકાનની અંદર ઘુસી ગઈ હતી. તો અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ 3 અકસ્માત થયા છે.
અમદાવાદના વાસણામાં પણ સર્જાયો અકસ્માત
વાસણાથી જુહાપુરા સુધી ડ્રાઈવરે બેફામ ગાડી દોડાવી આઈશા મસ્જિદ પાસે પાંચથી છ વાહનને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જુહાપુરાની આઈશા મસ્જિદની બાજુમાં ટેક્સી પાસિંગની અર્ટિગા કારચાલકનું મૃત્યુ થયું હતું. કારચાલક વાસણાથી અકસ્માત કરતો આવ્યો હતો. વાહન ચાલક લોકોથી બચવા જુહાપુરાની સાંકડી ગલીઓમાં ગયો હતો. અકસ્માત બાદ લોકોએ કાર અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.