Gujarat : રાહુલ ગાંધી આજે 3 કલાકમાં મોડાસા ખાતે આટલી બેઠકો યોજશે

Gandhinagar :ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) એક જ અઠવાડિયામાં બીજી વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. જોકે લોકસભામાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નિવેદન બાદ સતત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત મુલાકાતનો દોર વધારી રહ્યા છે તેવામાં હવે એ જોવાનું રહેશે કે મોડાસા ખાતેની બેઠકમાં કયા પ્રકારના નિર્ણયો કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને લેવામાં આવે છે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
સવારે 10:30 કલાકે રાહુલ ગાંધી મોડાસા પહોંચશે.
10:30થી 11:00 સુધી અરવલ્લી જિલ્લાના સિનિયર કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજશે.
11:15થી 12:15 સુધી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યકરોના સંમેલનમાં ભાગ લેશે.
12:15થી 1:00 વાગ્યા સુધીનો સમય આરક્ષિત રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ટીમે નક્કી કરેલા કેટલાક ઉત્તર ગુજરાતના મોટા નેતાઓ સાથે બેઠક યોજશે.
1:00 કલાકે અરવલ્લીથી બાય રોડ અમદાવાદ જવા નીકળશે.
બપોરે 3:00 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી 3:40 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઈટથી દિલ્હી રવાના થશે.

મોડાસાથી કોંગ્રેસના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ નક્કી કર્યું હતું કે સૌથી પહેલા ગુજરાતમાં સંગઠન મજબૂત કરીશું અને ત્યારબાદ આ જ પ્રોજેક્ટ પર સમગ્ર દેશમાં કામગીરી કરીને કોંગ્રેસનું સંગઠન બુથ લેવલથી મજબૂત બનાવીશું. જો કે હવે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લામાંથી શરુ થશે અને ત્યારબાદ ગુજરાતના અલગ લેગ જિલ્લાઓમાં અમલ મુકવામાં આવશે. સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.

Scroll to Top