Ahmedabad: ગઈ રાત્રે અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad city police) એકશનમાં આવી ગુંડાગીરી કરનારા કે આંતક મચાવનારા અસામાજિક તત્વોની સામે લાલ આંખ કરી કડક પગલા લીધા છે. અને પોલીસે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જે આંતક મચાવનારા લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. બાકી જે લોકો સમાજમાં દૂષણ ફેલાવશે કે આંતક મચાવશે તેઓની સર્વિસ થવાનું નક્કી છે. અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં આવેલી અજીત રેસીડેન્સીમાં ગઈકાલે રાત્રે તલવારો સાથે આતંક મચાવનાર શખ્સઓની પોલીસે પરેડ કાઢી. તેમની સામે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના અજિત મિલ વિસ્તારમાં ઘાતકી હથિયાર વડે આતંક મચાવનારા 6ની પોલીસે ધરપકડ કરી છે. એક વર્ષ અગાઉ રખિયાલના સુંદરનગરમાં ફરિયાદીના નવા મકાન અંગે આરોપીઓ અને ફરિયાદી વચ્ચે થયેલી મારામારીનો બદલો લેવા સોમવારે મોડી રાતે ટોળાએ ફરિયાદી સલમાનના ઘર ઉપર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પરથી અને ત્યારબાદ તપાસ દરમિયાન છ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ હીરાસતમાં આવેલા શખ્સઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ગત રાત્રે રખિયાલની અજીત રેસીડેન્સીમા તલવારો વડે હુમલો કરનારે શખ્સઓને પોલીસે એ ભાન કરાવ્યું છે કે,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
ઘાતકી હથીયારો અને તલવારો સાથે રખિયાલની સોસાયટીમાં દહેશત ફેલાવનાર તત્વોને જ્યાં હુમલો કર્યો હતો ત્યાં અને તેઓ જે વિસ્તારમાં દાદાગીરી કરી હતી ત્યાં પોલીસે આરોપીઓને લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યું. રખિયાલ વિસ્તારમાં આવેલી અજિત મિલ ચાર રસ્તા ઉપર આવેલી સોસાયટીમાં સોમવારે રાતે ટોળાએ B-106 નંબરના મકાનમાં હથિયારો વડે હુમલો કર્યો. ફરિયાદી સલમાન પઠાણને સુંદર નગર વિસ્તારમાં ચપ્પાના ઘા મારી તેના મકાન ઉપર હુમલો કરવા આવેલા છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અફવાત સિદ્દીકી, અસરફ પઠાણ, અમમર સિદ્દીકી, કાલીમ સિદ્દીકી અને અજીમ સિદ્દીકી તેમજ જાવેદ આલમ નિયાસ ખાન નામના છ આરોપીઓએ એક વર્ષ અગાઉ ફરિયાદી સલમાનના નવા મકાન બાબતે મારામારી કરી હતી.