Gujarat : બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) ની સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલતી હતી કે ઉમેશ મકવાણા (Umesh Makwana) આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દેશે અને બાદમાં ભાજપમાં જોડાઈ જશે. જોકે આખા આ મામલે ઉમેશ મકવાણા (Umesh Makwana) એ 24 કલાક સુધી મૌન ધારણ કર્યું અને હવે અંતે ચર્ચા વધુ તેજ થતા મોટો ખુલાસો કર્યો છે.
ઉમેશ મકવાણાએ ગાંધીનગર વિધાનસભા ખાતે ખુલાસો કર્યો
રાજીનામુ આપી અને ભાજપમાં જોડાવવાની ચર્ચા અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ ગાંધીનગર વિધાનસભાના હોલ ખાતે બપોરે 2 કલાકે પત્રકાર પરિષદ કરી અને તેમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીને કમજોર કરવા માટે હાલ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) ભાજપમાં જોડાઈ શકે તેમ છે. આ ફક્ત અફવા છે, આવી કોઈ વાતોમાં તથ્ય નથી. જોકે ઉમેશ મકવાણા (Umesh Makwana) એ કરેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને રાષ્ટ્રીય નેતા રાજેશ શર્મા હાજર હતા.
ભાજપમાં જોડાવા અંગે મકવાણાનો મોટો ધડાકો
ઉમેશ મકવાણા (Umesh Makwana) એ ગુજરાત વિધાનસભાના પ્રેસકોન્ફરન્સ હોલ ખાતે બપોરે પત્રકારો સાથે સંવાદ કર્યો હતો જેમાં તેને ભાજપમાં જોડાવવા અંગે જણાવ્યું હતું કે આ માત્ર અફવાઓ છે અને આ અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ વાત કરી છે. જોકે આ પત્રકાર પરિષદમાં વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી અંગે પણ મૌન તોડીને જવાબ આપ્યો હતો.