Waqf Board | વિશ્વના ક્યા મુસ્લિમ દેશમાં વક્ફ બોર્ડ છે, ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠ શંકરાચાર્યનું નિવેદન

dwarka shardapith shankracharya statement there should no waqf board in india

દ્વારકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે, ‘વકફ બોર્ડ હોવું જ ન જોઈએ. વિશ્વના કોઈ દેશમાં વકફ બોર્ડ નથી તો ભારતમાં પણ ન જ હોવું જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુ ભાઈઓની જે સંપત્તિ હતી, તે તેમને નથી મળી.

વિશ્વના ક્યા મુસ્લિમ દેશમાં વક્ફ બોર્ડ છે?
ખેડા જિલ્લાના નડિયાદ (Nadiad)માં દ્વારકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય (Dwarka peeth Shankaracharya) સદાનંદ સરસ્વતી મહારાજ (Swami Sadanand Saraswati) પધાર્યા હતા. ત્યારે તેમણે કેન્દ્ર સરકારે મંજૂર કરેલા વકફ બોર્ડ (Waqf Board) મામલે જણાવ્યું હતું કે, ‘વકફ બોર્ડ હોવું જ ન જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુ ભાઈઓની જે સંપત્તિ હતી, તે તેમને નથી મળી. બંધારણમાં પણ વક્ફ બોર્ડની કોઈ જોગવાઈ નથી. વિશ્વના ક્યા મુસ્લિમ દેશમાં વક્ફ બોર્ડ છે?’

વક્ફ બોર્ડે મુસ્લિમોની ભલાઈ માટે શું કામ કર્યું?
શંકરાચાર્યે વધુમાં કહ્યું કે, ‘વકફ બોર્ડનો સમાજ અને દેશમાં શું ઉપયોગ અને યોગદાન છે? 70 વર્ષમાં વક્ફ બોર્ડ દ્વારા મુસ્લિમોની ભલાઈ માટે શું કામ કર્યું? વકફ બોર્ડ સમાજ અને રાષ્ટ્ર સાથે છલ છે, જે બિલકુલ દૂર થવું જોઈએ. સરીયતથી દેશ નહીં ચાલે, દેશ બંધારણથી ચાલે છે, તે લોકોએ પણ બંધારણનું પાલન કરવું જોઈએ. આ લોકો કુરાનથી દેશ ચલાવવા માંગે છે, તો અમારા પણ વિધાન છે, જેના દ્વારા દેશ ચાલવવો જોઈએ. ત્યારે બધાએ તેને અનુસરવું જોઈએ. હિન્દુ સનાતન બોર્ડની વ્યૂહનીતિ તૈયાર કરી જે મંદિરો સરકાર હસ્તક છે તેને પરત લેવામાં આવશે.’


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top