બીજી પાર્ટીઓમાંથી BJPમાં આવે છે, તે પોતાના… મહેશ વસાવાના રાજીનામા પર મનસુખ વસાવાનું મોટું નિવેદન

mansukh vasava statement on mahesh vasava resignation

Politics News | ગુજરાતના રાજકારણમાં ફરી મોટા ઉથલ-પાથલ થઈ રહ્યા છે. સોમવારે (14 એપ્રિલ) આદિવાસીઓના અગ્રણી અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તેમજ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાએ પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આરોપ લગાવી તેમણે ભાજપને અલવિદા કહી દીધી છે. ત્યાર બાદ હવે આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે પ્રતિક્રયા આપી છે. તેમણે કહ્યું કે, મહેશ વસાવાનું પાર્ટી છોડવું તે ઉતાવળિયું પગલું છે. ”ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને RSSને ખતમ ન કરી શકે, ભાજપને ખતમ કરવાની વાતો કરતા લોકો પોતે જ ખતમ થઇ ગયા છે” ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા મારુતિસિંહના માર્ગદર્શનમાં ભાજપમાં જોડાયા હતા.

મહેશ વસાવાએ ઉતાવળિયું પગલું ભર્યુંઃ મનસુખ વસાવા
મનુસુખ વસાવા (Mansukh Vasava)એ મહેશ વસાવા (Mahesh Vasava)ના રાજીનામા (Resignation) વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા તેનું એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ, પાર્ટી છોડવી તે તેમનું ઉતાવળિયું પગલું છે. તેમની નારાજગી બેઠકની નહીં પરંતુ કંઈક બીજી જ છે.

સાત જન્મ લે તો પણ RSS-ભાજપને ખતમ ન કરી શકેઃ મનસુખ વસાવા
મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, ‘મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.’ મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ‘ડૉ. ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ. ભારતનું પવિત્ર બંધારણ લખનારા ભારત રત્ન નહીં પરંતુ, ભારતનું અનમોલ રત્ન માનવું જોઈએ. પરંતુ, હાલ હું ભારત બંધારણથી ચાલતું નથી દેખાતું. હું ભારતની જનતાને જણાવવા ઈચ્છું છે કે, દલિત, ઓબીસી, મુસ્લિમ, ઈસાઈ, શીખ અન્ય ગરીબ અને પછાત વર્ગ અમારી સાથે ચાલશે અને RSS અને ભાજપની વિચારધારાને ખતમ કરીશું. આગળ ખૂબ લડવાનું છે અને આપણે લડીશું.’

લોકો અંગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાય છેઃ મનસુખ વસાવા
ભરૂચ સાંસદે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, એમણે અમને લોકસભાની ચૂંટણીમાં મદદ કરી હતી. પરંતુ, મહેશ વસાવા અને ભાજપની વિચારધારા મેળ નહોતી ખાતી એ સ્પષ્ટ વાત છે. દેશ અને ગુજરાતમાં જે પણ બીજી પાર્ટીઓમાંથી ભાજપમાં આવે છે, તે પોતાના સ્વાર્થ માટે જ આવે છે. પરંતુ, જ્યારે ભાજપની વિચારધારા સાથે જોડવાની વાત આવે તો તેમને ખૂબ તકલીફ પડે છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top