Crime News | મહારાષ્ટ્રના પુણે (Pune)ના બિબવેવાડીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ તેના બોયફ્રેન્ડની મદદથી તેની જ સગીર દીકરીનો અશ્લિલ વીડિયો બનાવી પરિવારજનોને મોકલ્યો હતો. પોલીસે અશ્લીલ વીડિયો રેકોર્ડ કરવાના આરોપસર મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં મહિલા તેની દીકરીથી નારાજ હતી અને મકાન માલિકને તેની માતાના અફેર વિશે જણાવ્યું હતું.
બિબવેવાડી (Bibwewadi)માંથી માની મમતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેની સગીર વયની દીકરી સાથે બદલો લેવા એવું પગલું ભર્યું કે સાંભળી થરથર કાંપી ઉઠશો. મહિલાએ પોતાની સગીરવયની દીકરી સાથે બદલો લેવા તેના બોયફ્રેન્ડ સાથે મળી જાતીય શોષણ કરવા અને તેનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. આરોપીઓ અહીંથી નહીં અટકી આ વીડિયો તેમના સંબંધીઓનો મોકલી દીધા હતા.
બનાવ અંગે સગીરાએ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદની જાણ થતાં, આરોપી ફરાર થઈ ગયો. બંને આરોપીઓની શોધ ચાલુ હતી ત્યારે ખબર પડી કે આરોપીઓ ખડકવાસલા નજીક નાંદેડ ગામમાં એક ચાલીમાં રહેતા હતા. તે માહિતીના આધારે, છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલા તેની પુત્રીથી ગુસ્સે હતી કારણ કે તેણે મકાનમાલિકને તેની માતાના એકસ્ટ્રા અફેર વિશે જણાવ્યું હતું. તેનો બદલો લેવા મહિલાએ બોયફ્રેન્ડ સાથે મળીને સગીરાનું શોષણ કરવાનું કાવતરું ઘડ્યું. બંનેએ કથિત રીતે છોકરીનું વસ્ત્રહરણ કર્યું, અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા અને તેને સંબંધીઓને મોકલ્યા. બીજા એક ચોંકાવનારા ખુલાસામાં આ મહિલા પર તેની સગીર પુત્રીને તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક પ્રવૃત્તિમાં સામેલ થવા મજબૂર કરવાનો આરોપ છે.